The United States has not approved covaxin for emergency use
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોના: ભારતના વેક્સિનેશન અભિયાનને અમેરિકાએ આપ્યો ઝાટકો, કોવેક્સિન પર લીધો સખ્ત નિર્ણય

કોરોના: ભારતના વેક્સિનેશન અભિયાનને અમેરિકાએ આપ્યો ઝાટકો, કોવેક્સિન પર લીધો સખ્ત નિર્ણય

 | 2:22 pm IST
  • Share

ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન એકવાર ફરી ચર્ચામાં છે. કોવેક્સિનને અમેરિકાએ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી નથી આપી. આ ભારત માટે ઝાટકો છે, કેમકે કોવેક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પણ આની માન્યતા મેળવવા માટે અરજી કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આના ઇમરજન્સી ઉપયોગના અનુરોધને ઠૂકરાવ્યો છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય મેડિકલ સલાહકાર ડૉ. ફાઉચીએ વેક્સિનના પ્રભાવશાળી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

WHOથી માન્યતા અપાવવાના ભારતના અભિયાનને ઝાટકો 

શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકાના આ વલણથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી માન્યતા અપાવવાના ભારતના અભિયાનને ઝાટકો લાગી શકે છે. ભારત બાયોટેકના US પાર્ટનર ઑક્યુજેને FDAની સાથે વેક્સિનના ઇમરજન્સી યુઝ ઑથોરાઇઝેશન (EUA) માટે આવેદન આપ્યું હતુ. ઑક્યુજેને ગુરૂવારના કહ્યું કે, તેઓ હવે કોવેક્સિન માટે ઇમરજન્સી મંજૂરી નહીં માંગે, પરંતુ તેના એન્ટી કોવિડ શૉટની સંપૂર્ણ મંજૂરી લેવાનો પ્રયત્ન કરશે. ઑક્યુજેને કહ્યું કે, આ નિર્ણય US FDA દ્વારા કરવામાં આવેલી એક ભલામણ પર લેવામાં આવ્યો છે.

વેક્સિન પર વધારે ડેટા અને જાણકારી માંગી 

FDAએ ભારત બાયોટેકને વધુ એક ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે કહ્યું હતુ, જેથી એક બાયોલોજીકલ લાયસન્સ અરજી (BLA) માટે ફાઇલ કરી શકે, જે સંપૂર્ણ મંજૂરી મેળવવા માટે જરૂરી છે. ઑક્યુજેને NYSEને આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે, “FDAએ ઑક્યુજેનને કંપનીના માસ્ટર ફાઇલ વિશે ફીડબેક આપ્યું. FDAએ ઑક્યુજેનને સલાહ આપી કે તેણે પોતાના વેક્સિન કેન્ડિડેટના ઇમરજન્સી યુઝ ઑથરાઇઝેશનની જગ્યાએ BLA માટે અરજી કરવી જોઇએ. FDAએ વેક્સિન પર વધારે ડેટા અને જાણકારી માંગી છે. ઑક્યુજેનના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉક્ટર શંકર મુસુનુરીએ કહ્યું કે, “ભલે અમને વેક્સિન લાવવામાં મોડું થાય, પરંતુ અમે અમેરિકામાં કોવેક્સિન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન