The woman wore a 7kg long veil at her wedding
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : લો બોલો ! આ મહિલાએ પોતાના લગ્નમાં 7 કિમી લાંબો ઘુંઘટ ઓઢ્યો, 30 લોકોની જરૂર પડી

Video : લો બોલો ! આ મહિલાએ પોતાના લગ્નમાં 7 કિમી લાંબો ઘુંઘટ ઓઢ્યો, 30 લોકોની જરૂર પડી

 | 11:38 am IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)નો જમાનો ચાલી રહ્યો છે. દિવસે દિવસે અવનવા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતા રહે છે. ત્યારે આજે એક મહિલાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેણે પોતાના લગ્નમાં એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. દરેક મહિલાના મનમાં લગ્નને લઈને ખાસ સપના હોય છે. જેમાં દરેકનું સપનું પોતાના લગ્નમાં ખાસ ડ્રેસ પહેરવાનું હોય છે. જો કે, સાઈપ્રસની એક મહિલાએ લગ્ન દરમિયાન એવો ડ્રેસ પહેર્યો છે કે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઈ ગયુ છે. મારિયા પરસ્કેવા નામની આ મહિલાએ પોતાના લગ્નમાં લગભગ 7 કિમી લાંબો ઘૂંઘટ ઓઢ્યો હતો. આ ઘૂંઘટની લંબાઈ 6962.6 મીટર હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન