There is no satisfaction in intercourse, what should I do?
  • Home
  • Supplements
  • Nari
  • ઇન્ટરકોર્સમાં સંતોષ જ નથી થતો, શું કરવું મારે?

ઇન્ટરકોર્સમાં સંતોષ જ નથી થતો, શું કરવું મારે?

 | 7:57 pm IST
  • Share

પ્રશ્ન: મારી ઉંમર 28 વર્ષ છે. હાલ લગ્નને બે વર્ષ થઈ ગયાં છે, મારા પતિનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે મને ઘણો પ્રેમ કરે છે અને સાચવે છે, પણ મારી સમસ્યા એ છે કે મને પતિ ઇન્ટરકોર્સ કરે તેમાં સંતોષ જ નથી થતો. મને તેઓ આંગળીથી કરી આપે ત્યારે જ ઓર્ગેઝમ ફીલ થાય છે. આવું કેમ થતું હશે? મેં આ વાત મારા પતિને પણ જણાવી છે, તેથી તેઓ હંમેશાં એ રીતે કરી આપે છે, પણ મને ડર લાગે છે કે શું મને કોઈ સમસ્યા હશે?  

જવાબ: ના, તમને કોઈ સમસ્યા નથી, ઘણી સ્ત્રીઓને આવું થતું હોય છે. આમાં કંઈ ખોટી વાત નથી. તમે ઇન્ટરકોર્સમાં ઓર્ગેઝમ મેળવવા માટે અલગ અલગ પોઝિશન અપનાવીને પ્રયત્ન કરી શકો છો. કદાચ તેનાથી તમને સંતોષ મળી શકે. અને જો ન મળતો હોય તો તમારા પતિ જે રસ્તો અપનાવે છે તે બેસ્ટ છે. આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી.   

પ્રશ્ન: મારી ઉંમર 35 વર્ષ છે. મારા પતિ મારા કરતાં બે વર્ષ નાના છે. આમ તો અમારી સેક્સ લાઇફ ઘણી સારી છે, પણ છેલ્લા ઘણા સમયથી અમે શારીરિક સંબંધ બાંધીએ ત્યારે મને પતિના બદલે બીજા વિચારો આવ્યા કરે છે. શારીરિક સંબંધમાં બહુ રસ નથી પડતો. કહો કે હું પરાણે તેમને સાથ આપતી હોઉં છું. આવું કેમ થતું હશે? મને યોગ્ય ઉપાય જણાવશો.  

જવાબ: તમારે તમારા પતિ સાથે કોઈ વાતે મનદુઃખ થયું છે? જો આમ થયું હોય તો પણ તમને શારીરિક સંબંધમાં મન ન લાગતું હોય. એ સિવાય બને કે તમારી અંદર હોર્મોનલ ફેરફાર આવતા હોય. તમે થાઇરોઇડ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર પણ ચેક કરાવી લો. શરીરમાં કોઇ બીમારી હોય તો પણ આવી સમસ્યા થતી હોય છે.  

પ્રશ્ન: મારી ઉંમર 28 વર્ષ છે. છેલ્લા છ મહિનાથી મારે માસિકની સમસ્યા થઇ ગઇ છે. છ મહિનાથી માસિક રેગ્યુલર નથી આવતું. આ કારણે ત્વચા તો ખરાબ થઇ જ છે, પણ મને બીજો ડર એ છે કે ક્યાંક માસિક બંધ થઈ જશે તો? કારણ કે મારી માતાનું માસિક ત્રીસ વર્ષે જ બંધ થઇ ગયું હતું, જો મને મમ્મીનો જિનેટિક વારસો મળ્યો હોય તો માસિક જતું રહી શકે છે. મને કોઈ ઉપાય જણાવશો.  

જવાબ: તમારો ડર એકદમ વાજબી છે, પણ આ રીતે પત્ર વાંચીને કોઇ દવા ન સૂચવી શકાય, તેથી બેટર છે કે તમે એક વાર કોઇ સારા ગાયનેકને બતાવી જુઓ. ગાયનેકને તમારી માતાની સમસ્યા પણ જણાવજો, ડોક્ટર ચેકઅપ બાદ યોગ્ય દવા આપી શકશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો