If there are more windows in the house, it seems to be a big mistake
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • ઘરમાં વધારે બારીઓ હોય તો લાગે મોટો વાસ્તુદોષ, આજે જ કરીલો આ ઉપાય

ઘરમાં વધારે બારીઓ હોય તો લાગે મોટો વાસ્તુદોષ, આજે જ કરીલો આ ઉપાય

 | 7:15 am IST
  • Share

કેટલીક વાર એવું થાય છે કે ભવન અથવા મકાનમાં ખૂબ જ બારીઓ હોય છે. તેનાથી પ્રકાશની અધિકતા હોવાના કારણે તેમાં રહેવાવાળાઓમાં ચીડિયાપણું વધી જાય છે અને તેમને વાતેવાતે ક્રોધ આવવા લાગે છે. બારીઓ વધારે હોવાથી દરેક દિશામાંથી આવતી હવા અંદરોઅંદર મળી જાય છે અને ઊર્જાનું સંતુલન ડગમગી જાય છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, થોડીક બારીઓ બંધ કરી દો અથવા તો તેમાં પડદા લગાવીને ઘરમાં આવતા પ્રકાશના માર્ગને નિયંત્રિત કરો. આમ કરવાથી ઘરમાં આવતો વધારાનો પ્રકાશ ઓછો થશે અને ઊર્જાનું સંતુલન જળવાઈ રહેશે.

સીડીઓ ઊતર્યા પછી દરવાજો  

કેટલીય વાર ઘર બનાવતી વખતે ઊતરતી સીડીઓ સીધી જ પ્રવેશદ્વારની સામે આવી જાય છે. આવા ઘરમાં રહેવાવાળાનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું અને તેમનામાં શારીરિક ઊર્જાની ઉણપ રહે છે.

દોષ નિવારણ માટે દરવાજાની આગળના પગથિયાને ૧ ઈંચ ઊંચું બનાવી દો, જેથી ઘરમાં પ્રવેશ કરતા સમયે પગ ઊંચો કરવો પડે.

સીડીઓ ચઢયા પછી દરવાજો  

ઘણી વાર સુંદરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય દરવાજો એ રીતે બનાવવામાં આવે છે કે અંદરથી કેટલીક સીડીઓ ચઢયા પછી દરવાજો આવે છે, અર્થાત્ બહાર જતી વખતે સીડીઓ ચઢવી પડે છે અને અંદર આવતી વખતે સીડીઓ ઊતરવી પડે છે. આવી સ્થિતિ હોય તો આર્થિક સ્થિતિ નબળી રહે છે અને ઘરમાં ધન ટકતું નથી. આવા ઘરમાં રહેવાવાળાને શ્રમના પ્રમાણમાં તેનું ફળ મળતું નથી.

આ દોષના નિવારણ માટે દરવાજાની બહારની તરફ એક દર્પણ લટકાવી દો. તેનાથી ધન આકર્ષાય છે અને ઘર ધન-સંપદાથી ભરેલું રહે છે.

ટોઇલેટનો દરવાજો બંધ રાખો  

ઘરમાં ટોઇલેટ જ એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં અશુભ તથા નકારાત્મક ઊર્જાઓ જ એકત્રિત થતી રહે છે. આ કારણસર ફેંગશૂઈ માને છે કે, જો ઉપયોગ ન હોય તો ટોઇલેટનો દરવાજો બંધ રાખવો જોઈએ અને આ નિયમનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

ચીની લોકો ટોઇલેટનો દરવાજો બંધ રાખવાનું એટલા માટે જરૂરી માને છે કે, તેઓ પોતાની સંપત્તિને ગટરમાં વહેતી જોઈ શકતા નથી. આમ પણ ટોઇલેટ બનાવતા સમયે એ ધ્યાન રાખવામાં આવે છે કે, તેને આજીવિકા કમાવવાવાળાના દુર્ભાગ્ય ક્ષેત્રમાં જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટોઇલેટને ફિનાઈલથી સાફ કરીને તથા ત્યાં એર ફ્રેશનર રાખીને શુભ ઊર્જાથી નિયંત્રિત રાખી શકાય છે.

એક લાઈનમાં ત્રણ દરવાજા ન હોવા જોઈએ  

સુવિધા અનુસાર લોકો ઘરના દરવાજાઓ એક જ લાઈનમાં બનાવે છે, જે ફેંગશૂઈની દૃષ્ટિ અનુસાર યોગ્ય નથી. એક જ લાઈનમાં દરવાજા હોવાના કારણે ‘ચી’ને મુક્ત વાતાવરણની તક મળી જાય છે. વગર કોઈ અવરોધ કે બાધાએ ‘ચી ‘ સંપૂર્ણ ઘરમાં નથી ફેલાઈ શકતી. ઊર્જાના આ અસંતુલનથી છેલ્લા રૂમમાં રહેવાવાળા સૌથી વધારે પ્રભાવિત થાય છે.

આના નિરાકરણ માટે એક દરવાજાની સ્થિતિ બદલી નાંખો. જો આમ કરવું સંભવ ન હોય તો તેના નિરાકરણ માટે નીચે લટકતા લેમ્પ શેડ લગાવી દો. અર્ધગોળાકાર ટેબલ પર ફૂલ રાખીને દરવાજાની પાસે રાખવાથી પણ સમસ્યા દૂર થાય છે.

ફેંગશૂઈમાં પેઈન્ટિંગનું ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ ભાગ્યવૃદ્ધિ માટે કેવાં પેઈન્ટિંગ જોઈએ તેના વિશે લોકોની જાણકારી ખૂબ જ ઓછી છે.

પેઈન્ટિંગ્સમાં એવી ડિઝાઈન કે ચિત્રો ન હોવાં જોઈએ, જેમાં અનેક ખૂણા કે ઉભાર નીકળેલા હોય. પેઈન્ટિંગના રંગ પણ દીવાલના તત્ત્વ સાથે મેળ ખાતા હોવા જોઈએ, જેમ કે, મેટાલિક કલરનું પેઈન્ટિંગ દક્ષિણ-પૂર્વની દીવાલ પર ન લગાવશો.

ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતાં પેઈન્ટિંગ્સ ઓફિસમાં ઉત્તર-પશ્ચિમ ખૂણાની દીવાલ પર લટકાવો. તે ‘મેજિકલ ટ્રાઈગ્રામ ચી-એન’ની ભાગ્યવૃદ્ધિ કરે છે અને ‘પાવરફુલ ફેંગશૂઈ અસ્ત્ર’ બની જાય છે.

લેન્ડસ્કેપ દર્શાવતાં પેઈન્ટિંગ્સ પણ શુભ ઊર્જાનું સંચરણ કરે છે, પરંતુ જો પહાડ દર્શાવવામાં આવ્યા છે તો તેને ખુરશીની પાછળ લટકાવો અને જો પાણી બતાવવામાં આવ્યું છે તો સામેની દીવાલ પર લટકાવો. આ રીતે જો ફળ દર્શાવતું પેઈન્ટિંગ છે તો તેને પૂર્વની દીવાલ પર લટકાવો.

ફેંગશૂઇ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન