છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર, અધધ પોઝિટીવ કેસો સાથે આંકડો 18609એ પહોંચ્યો - Sandesh
  • Home
  • Ahmedabad
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર, અધધ પોઝિટીવ કેસો સાથે આંકડો 18609એ પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર, અધધ પોઝિટીવ કેસો સાથે આંકડો 18609એ પહોંચ્યો

 | 8:11 pm IST

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન બાદ ભારે ભરખમ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આજે પણ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંક 500ની આસપાસ રહ્યો. 492 કેસ આજે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 492 પોઝિટિવ કેસ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. જો કે ગુજરાતમાં હવે અમદાવાદ બાદ અન્ય જિલ્લાઓમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં કુલ 18609 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મોત નિપજ્યા છે. આમ રાજ્યમાં મોતનો કુલ આંક 1155 થયો છે. અને છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 12667 થયો છે. દર્દીનો રિકવરી રેટ 68.09 થઈ ગયો છે.

ગુજરાતમાં હવે અમદાવાદના સ્થાને અન્ય જિલ્લાઓમાં કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્યા ક્યા કેટલા કેસ નોંધાયા અને કેટલા સાજા તેમજ મોત થયા એની વિગત નીચેથી મેળવી શકશો.

રાજ્યના‍ જુદા‍ જુદા‍ જિલ્લાઓમા‍ આજની તારીખે‍ કુલ ૨,૨૦,૬૯૫ વ્યવતિઓને ક્વોરેન્ટાઈન કરવામા આંવ્યા છે. જે પૈકી ૨,૧૩,૨૬૨ વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે અને ‍૭,૪૩૩ વ્યવતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન