these 5 hatchback cars will be launched in india soon your wait will end
  • Home
  • Business
  • માર્કેટમાં જલ્દી મળશે ઓછી કિંમત અને શાનદાર ફીચર્સની 5 કાર

માર્કેટમાં જલ્દી મળશે ઓછી કિંમત અને શાનદાર ફીચર્સની 5 કાર

 | 7:53 pm IST
  • Share

  • કાર ખરીદવાનું છે પ્લાનિંગ તો રોકાઈ જાવ

  • માર્કેટમાં જલ્દી આવી જશે આ 5 કાર

  • જાણો ખાસ 5 કંપનીની કાર અને તેના ફીચર્સ અને કિંમત

     

 

ભારતીય ઓટો બજારમાં SUV કાર્સ થોડા સમયમાં જાણીતી બની છે પણ છતાં હૈચબેકનું બજાર પણ ઘટ્યું નથી. આ કારણે કાર બનાવતી કંપનીઓ અનેક નવી હૈચબેક રજૂ કરવાનું કામ ચાલુ રાખે છે. હૈચબેક સસ્તી છે અને સાઈઝમાં પણ કોમ્પેક્ટ છે. આ માટે શહેરની સ્થિતિમાં પણ પરફોર્મ કરે છે. ભારતમાં નવી હૈચબેકની સીરિઝ જલ્દી લોન્ચ થવાની છે. તેમાંથી ટોપ 5 કારને વિશે અમે જણાવી રહ્યા છીએ.

ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી સેલેરિયો

આ લિસ્ટમાં પહેલા નંબરે મારુતિ સેલેરિયોનું નામ આવે છે. તેને મૂળ રીતે 2014માં લોન્ચ કરાઈ હતી અને સાથે મારુતિ તેને એક જનરેશન ચેન્જ આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. નેકસ્ટ- જનરેશન સેલેરિયો ભારતમાં ત્રીજા અઠવાડિયામાં વેચાણ માટે આવશે. અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ 2 એન્જિન ઓપ્શન્સની સાથે મળશે. એક લિટર પેટ્રોલ યૂનિટ (67 પીએસ) અને એક 1.2 લીટર પેટ્રોલ યૂનિટ (83 પીએસ).

 

મારુતિ સુઝિકી બલેનો ફેસલિફ્ટ

મારુતિ જલ્દી ભારતમાં બલેનોનું એક નવું વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2022ની શરૂઆતમાં તેને લોન્ચ કરાઈ શકે છે. નવા મોડલમાં બાહ્ય દેખાવમાં ફેરફાર હશે, જેમકે રીસ્ટાઈલ્ડ ફ્રન્ટ ગ્રિલ, નવા બંપર અને ફરીથી ડિઝાઈન કરાયેલા એલઈડી ટેલલાઈટ્સ. ઈન્ટીરિયરમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળશે. એક રેસ્ટલ્ડ ડેશબોર્ડ અને એક નવું ફ્લોટિંગ ટાઈપ ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન. પાવરટ્રેન ઓપ્શન હાલના વેરિઅન્ટ પર બદલાશે નહીં તેવી માહિતિ મળી રહી છે.

Citroen C3

Citroen C3ને 2022માં ભારતમાં લોન્ચ કરવાની આશા છે. બજારમાં તેનાથી નજીકના કંપીટીટર સબ 4 મીટર એસયૂવી હશે. જેમકે મારુતિ વિટારા બ્રેઝા, કિઆ સોનેટ, નિસાન મેગ્નાઈટ છે. C3માં 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનથી ચાલવાની આશા છે. તેમાં ફ્લેક્સ ફ્યૂલ ઓપ્શનની સાથે તેની પર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાંસમિશન ઓપ્શન આપવામાં આવશે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ સીએનજી

મારુતિ ભારતમાં પોતાની સીએનજી ઓપરેટેડ યાત્રા કાર રેન્જનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે અને સ્વિફ્ટ સીએનજી નેકસ્ટ રો (ડિઝાયર સીએનજીની સાથે) આવવાની આશા છે. લીક થયેલી માહિતિ અનુસાર સ્વિફ્ટ સીએનજી 1.2 લીટર એન્જિન દ્વારા ઓપરેટેડ હશે જે પેટ્રોલ પર ચાલવાની સાથે 83 પીએસ અને સીએનજી પર ચાલવા માટે 72 પીએસ પાવર ડેવલપ થાય છે. મારુતિની અન્ય રેન્જમાં અન્ય સીએનજી કારની જેમ સીએનજી વેરિઅન્ટ ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શનની સાથે મળી રહેશે.

ટાટા ટિયાગો સીએનજી

ટાટા મોટર્સ લાંબા સમયથી વાહનો માટે સીએનજી પાવરટ્રેન પર કામ કરી રહી છે. ટિયાગો સીએનજીને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં લાવવાની આશા છે. આ પછી ટિગોર સીએનજીની શક્યતા જોવા મળી રહી છે. સીએનજી પાવરટ્રેનમાં સ્ટેન્ડર્ડ ટિયાગોના સમાન 1.2 લીટર પેટ્રોલ એન્જિન સામેલ હશે પણ એક ફેક્ટ્રી ફિટેડ સીએનજી કિટની સાથે. ટિયાગો સીએનજી પર ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન મળશે. જેમાં એએમટી ઓપ્શન ફક્ત પેટ્રોલ વેરિઅન્ટ સુધી સિમિત રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો