These 5 Secret Tricks of Google Chrome will make things much easier
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખાતરી છે કે તમે નહીં જાણતા હોય Google Chromeની આ 5 સિક્રેટ ટ્રિક્સ, ઘણા કામ થઈ જશે સરળ

ખાતરી છે કે તમે નહીં જાણતા હોય Google Chromeની આ 5 સિક્રેટ ટ્રિક્સ, ઘણા કામ થઈ જશે સરળ

 | 7:08 pm IST
  • Share

ગૂગલ ક્રોમ(Google Chrome)એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતુ ઇન્ટરનેટ બ્રાઉઝર(Internet browser) છે. આ બ્રાઉઝરનો ખૂબ ઉપયોગ કર્યા પછી પણ ઘણા લોકો તેના કેટલાક વિશેષ ફીચર્સ વિશે જાણતા નથી. ચાલો તમને ગૂગલ ક્રોમના કેટલાક સિક્રેટ ફીચર્સ વિશે જણાવીએ, જેનો તમે હજી સુધી ઉપયોગ કર્યો નથી અથવા જેની માહિતી ઘણા ઓછા લોકો પાસે છે.

ગેસ્ટ મોડ: જો તમે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝિંગને ગુપ્ત રાખવા માંગતા હો તો તમે તેના ગેસ્ટ મોડનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ગુગલ એકાઉન્ટ અવતાર પર જઈને ગેસ્ટ મોડ પર ક્લિક કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

ઈન બિલ્ટ સ્કેનર: ગૂગલ ક્રોમમાં એક બિલ્ટ સ્કેનર પણ આવે છે, જેના ઉપયોગથી તમે સિસ્ટમ સ્કેન કરી શકો છો અને વાયરસને દૂર કરી શકો છો. સ્કેન કરવા માટે, સેટિંગ્સ પર જાઓ અને એડવાન્સ્ડ વિકલ્પ પસંદ કરો. આ રિસેટ અને ક્લીન-અપ વિકલ્પ પર ક્લિક કરો પછી વાયરસને સ્કેન કરો.

સેન્ડ યોર ડિવાઇસ ઓપ્શન: સેન્ડ યોર ડિવાઇસ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર ઓપન ટેબને તમારા ફોનમાં પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે યુઆરએલ પર રાઈટ ક્લિક કરવું પડશે, ત્યારબાદ તમારે સેન્ડ યોર ડિવાઇસ પર ક્લિક કરવું પડશે.

કાસ્ટ ઓપ્શન: કાસ્ટ ઓપ્શન દ્વારા તમે તમારા ક્રોમકાસ્ટ ડિવાઇસ પર તમારા બ્રાઉઝર ટેબનો ઉપયોગ કરી શકો છો. કાસ્ટ ઓપ્શનથી તમે યુટ્યુબ જેવી ઓટીટી એપ્લિકેશનોને પણ એક્સેસ કરી શકો છો આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે રાઈટ સાઈડમાં બનેલા ત્રણ ડોટ પર ક્લિક કરવું પડશે. અહિયા તમને કાસ્ટ ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

આ સાથે ગૂગલે જાન્યુઆરી 2021માં પોતાના બ્લોગ દ્વારા એક વિશેષ ફીચર પણ રજૂ કર્યું હતુ, જેમાં વપરાશકર્તાઓ ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર સ્ક્રીન શેરિંગ દરમિયાન નોટિફિકેશનને હાઈડ કરી શકશે. આ ફીચરના ઉપયોગ બાદ કોઈ પણ નોટિફિકેશન વિડિયો કોલિંગમાં સ્ક્રીન શેરિંગ દરમિયાન અન્ય જોઈ શકશે નહીં.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન