These 9 leaders can become ministers in the new team of Gujarat CM Bhupendra Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • CM ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં આ 9 નેતાઓ મંત્રી બની શકે, યુવા અને નવા ચહેરોઓનો દબદબો વધી શકે

CM ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં આ 9 નેતાઓ મંત્રી બની શકે, યુવા અને નવા ચહેરોઓનો દબદબો વધી શકે

 | 5:50 pm IST
  • Share

વિજય રૂપાણીના રાજીનામાથી શરૂ થયેલી રાજકીય હલચલ હજુ શાંત નથી થઈ. ભુપેન્દ્ર પટેલે CM પદના શપથ લીધા હવે મંત્રીમંડળમાં કોણ એવો સવાલ ઉભો થયો છે. કોને પડતાં મુકાશે અને કોણ નવું મંત્રી બનશે એને લઈ ગાંધીનગરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સોમવારે સ્વર્ણિમ સંકુલ -1માં CMO સિવાય તમામ મંત્રીઓ ઓફિસ ખાલી હતી અને મંત્રીઓ સહાયક અધિકારીઓ વિચારી રહ્યા છે કે આપણાં નવા ‘બોસ’ અર્થાત્ નવા મંત્રી કોણ આવશે. આ વચ્ચે કમલમના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોવડીમંડળ તરફથી અમુક જુના મંત્રીઓને પડતાં મુકવાની અને નવા યુવા ચહેરોઓને પ્રોજેક્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે નવી સરકારમાં મંત્રીમંડળ માટે અમિત શાહે પાડેલી ડિઝાઈન કેવી છે તે તો ચીઠ્ઠી ખુલે પછી જાહેર થશે. પરંતુ, 14-15 મહિના પછી ચૂંટણીમાં ઉતરતા પહેલા એન્ટિઈન્કમ્બ્સીને તોડવા દરેક ક્ષેત્ર, જાતિ, સમુહને ધ્યાને રાખીને મંત્રીમંડળ રચાશે એ નક્કી છે.

સંભવિત મંત્રીઓના નામ

ડો.નિમાબહેન આચાર્ય (અંજાર)
ભાજપનો પ્રબળ મહિલા ચહેરો અને ભાજપના તમામ મહિલા ધારાસભ્યોના કહેવાતા લીડર. સાથે સાથે કચ્છનું પ્રતિનિધ્વ કરી શકે તેવો ચહેરો. નિમાબેન દર વખતે નવી વિધાનસભા બને ત્યારે કાર્યકારી અધ્યક્ષ પણ બને છે.

ઋષિકેશ પટેલ (વિસનગર)
પાટીદાર આંદોલન વખતથી લાઈમલાઈટમાં આવેલાં અને પાટીદાર નેતાની પ્રબળ છાપ ઋષિકેશભાઈને મંત્રી બનાવી શકે તેમ છે. આ ઉપરાંત નીતિન પટેલ, કૌશિક પટેલ જેવાં દિગ્ગજ પાટીદાર નેતાઓનું પત્તું કપાતું હોવાથી નવા પાટીદાર મંત્રી કોને બનાવવા એ ભાજપનો મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય.

હર્ષ સંઘવી (મજૂરા)
સી.આર. પાટીલના ખાસમ ખાસ અંગત માણસ અને ભાજપનો યુવા ચહેરો. કોરોનાકાળ હોય કે ભાજપનો કાર્યક્રમ હરખભેર કોઈ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્ત્વ. પાટીલનું મંત્રીમંડળમાં વર્ચસ્વ સાચવી રાખવા હર્ષ સંઘવી મહત્વના સાબિત થઈ શકે.

પંકજ દેસાઈ ( નડીયાદ)
નરેન્દ્ર મોદી વખતથી વિધાનસભાના દંડકની જવાબદારી અને ભાજપના વરિષ્ઠ અને સંનિષ્ઠ નેતાની છાપ. ઘણાં લાંબા સમયથી મંત્રીના પાવરમાં આવ્યા નથી અને મધ્યગુજરાતનું પ્રતિનિત્વ કરે છે. એટલે પંકજ દેસાઈને મંત્રી બનાવી શકે

ગોવિંદ પટેલ (રાજકોટ)
સરકારના પૂર્વ મંત્રી અને પાટીદાર નેતાની છાપ. વિજય રૂપાણી બાદ રાજકોટમાંથી કોઈ એક ધારાસભ્યને પ્રતિનિત્વ આપવું હોય તો ગોવિંદ પટેલ પ્રોપર નેતા છે. સાથે જ સરકારનો જુનો અનુભવ છે.

કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ)
બનાસકાંઠામાંથી યોગ્ય પ્રતિનિધત્વ સેટ કરવા અને બનાસકાંઠના દિગ્ગજ નેતાઓ સિવાય નવા કોઈ ચહેરાને પ્રોજેક્ટ કરવા ભાજપ કિર્તીસિંહને મંત્રી બનાવી બેલેન્સીંગની સ્ટ્રેટેજી ઉપયોગ કરી શકે છે.

મનીષા વકીલ (વડોદરા)
વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા અને મહિલાઓને પ્રોજેક્ટ કરવા ભાજપ મનીષા વકિલને મંત્રી બનાવી શકે છે. મનીષાબેન ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓના લિસ્ટમાં પણ છે. અને યોગેશ પટેલને પડતાં મુકે તો વડોદરામાંથી કોણે એવો પ્રશ્ન ન ઉભો થાય એટલે મનીષા વકીલ મંત્રી બની શકે.

પિયુષ દેસાઈ (નવસારી)
દક્ષિણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ આપવા અને યુવા ચહેરો પ્રોજેક્ટ કરવા ભાજપ પિયુષ દેસાઈને મંત્રી બનાવી શકે છે.

રાકેશ શાહ ( એલિસબ્રિજ)
અમદાવાદમાંથી મંત્રીમંડળમાં પ્રભુત્વ જળવાઈ રહે અને રાકેશ શાહ ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાં નામ છે. કોર્પોરેશનની ચુંટણી હોય કે અમદાવાદ શહેરનું કોઈ પણ કામ રાકેશ શાહ કરવા અને કરવવા સક્ષમ હોવાથી મંત્રી પદ મળી શકે.

12 મંત્રીઓને પડતા મુકાશે ?

કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, વાસણ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરી દવે, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન