અભિનેત્રી વાણી કપૂરે દરેકના સૌથી મોટા દુશ્મન વિશે વાત કરી, વાયરલ થયાં બોલ્ડ PHOTOS
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. વાણી ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી જોવા મળી રહી છે. વાણીએ એવી ઘણી તસવીરો શેર કરી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. વાણી કહે છે કે તે ડરને ખત્મ કરવાની દિશામાં કામ કરી રહી છે. ભય એક એવી વસ્તુ છે જેને દરેકને દૂર કરવાની જરૂર છે.
હાલમાં વાણીએ ડરને સૌથી મોટી શત્રુ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘ભય એ આપણો સૌથી મોટો દુશ્મન છે અને તે આપણા બધા માટે સૌથી મોટો અવરોધ પણ છે, તેથી મને લાગે છે કે આપણે બધાએ આ એક વસ્તુને દૂર કરવાની જરૂર છે.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો વાણીની ઘણી ફિલ્મો આવતા સમયમાં આવશે. તે ‘શમશેરા’માં રણબીર કપૂરની સાથે અને’ બેલ બોટમ’માં અક્ષય કુમારની સાથે જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન