Third COVID shot for users of Chinese vaccines: WHO
  • Home
  • Corona
  • ચીનની રસીમાં દમ જ નથી! WHO એ કહ્યું- ત્રીજો ડોઝ પણ આપો

ચીનની રસીમાં દમ જ નથી! WHO એ કહ્યું- ત્રીજો ડોઝ પણ આપો

 | 10:51 am IST
  • Share

  • ચીની વેક્સીનના બે ડોઝ લઇ લીધા છે તેમણે કોરોના રસીનો વધુ એક ત્રીજો ડોઝ આપવો જોઇએ: WHO

  •  મધ્યમ અને ગંભીર રીતે નબળા ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને વધુ એક ડોઝ આપવો જોઇએ

  • ચીનની સિનોવેક અને સિનોફાર્મ રસી લગાવી ચૂકયા છે તેમનો કોવિડ-19 રસીનો ત્રીજો ડોઝ આપવો જોઇએ

શું રસીના બે ડોઝ કોરોના વાયરસથી તમારી રક્ષા કરી શકે છે? WHOનું કહેવું છે કે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો જેમણે ચીની વેક્સીનના બે ડોઝ લઇ લીધા છે તેમણે કોરોના રસીનો વધુ એક ત્રીજો ડોઝ આપવો જોઇએ. WHOની વેક્સીન એડવાઇઝરે સોમવારના રોજ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ એટલે કે નબળી ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને WHOની તરફથી અધિકૃત તમામ કોવિડ-19 રસીનો વધુ એક ડોઝ આપવાની ભલામણ કરી.

WHOના રણનીતિક રસીકરણ પર નિષ્ણાતોના સલાહકાર ગ્રૂપે કહ્યું કે મધ્યમ અને ગંભીર રીતે નબળા ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને વધુ એક ડોઝ આપવો જોઇએ. આ વ્યક્તિમાં રસી પૂરતા પ્રમાણમાં પ્રતિક્રિયા કરવાની સંભાવના ઓછી અને ગંભીર કોવિડ-19 બીમારીનું જોખમ ખૂબ વધુ હોય છે.

સિનોવેક અને સિનોફાર્મ લગાવનાર તૈયાર રહો

વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે 60થી વધુ લોકો જે ચીનની સિનોવેક અને સિનોફાર્મ રસી લગાવી ચૂકયા છે તેમનો કોવિડ-19 રસીનો ત્રીજો ડોઝ આપવો જોઇએ. ગ્રૂપે કહ્યું કે સિનોવેક અને સિનોફાર્મ રસી માટે હોમોલૉગસ રસીનો વધુ એક ડોઝ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવો જોઇએ.

પહેલું લક્ષ્ય બે ડોઝ આપવાનો

SAGEએ કહ્યું કે આ ભલામણોને લાગૂ કરતાં સમયે દેશોને શરઆતમાં વધુમાં વધુ લોકોને બે ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખવો જોઇએ. ત્યારબાદ ત્રીજા ડોઝની તૈયારી શરૂ કરવી જોઇએ અને સૌથી પહેલાં વૃદ્ધ લોકોને તેના ડોઝ આપવા જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો