Third Dose Corona Vaccine of Covaxin gets nod for Trials, 6 Months after 2nd Shot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સવાસો કરોડ ભારતીયોને હંમેશા માટે કોરોનામુક્ત કરવા મોદી સરકારની મહાયોજના, અપાશે ત્રીજો ડોઝ

સવાસો કરોડ ભારતીયોને હંમેશા માટે કોરોનામુક્ત કરવા મોદી સરકારની મહાયોજના, અપાશે ત્રીજો ડોઝ

 | 2:17 pm IST
  • Share

દેશમાં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine)ના હાલ બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે. હહે ત્રીજો ડોઝ (Third Dose)પણ આપવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેને બૂસ્ટર ડોઝ (Booster Dose) કહેવામાં આવશે. નિષ્ણાંતોની એક પેનલે ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનના ત્રીજા ડોઝને મંજુરી આપી દીધી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝ લીધાના 6 મહિના બાદ આપવામાં આવશે.

આ ત્રીજા ડોઝથી એ ફાયદો થશે કે, કોરોના વાયરસના નવા વેરએંટથી સુરક્ષા મળશે અને નવા સ્ટ્રેન (Corona New Strain) મ્યૂટેશન કરી પેદા નહીં થઈ શકે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારત બાયોટેક પોતાની વેક્સીન કોવેક્સીન (Covaxin)નો તીજો બુસ્ટર ડોઝ એ વોલિંટિયર્સને પહેલા આપવામાં આવે જે તેમના ક્લીનિકલ ટ્રાયલનો ભાગ રહ્યાં છે. ભારત બાયોટેકે (Bharat Biotech) સરકાર સામે પ્રસ્તાવ પણ મુક્યો હતો કે, ત્રીજા ડોઝ બાદ કોરોના વિરૂદ્ધ શરીરની ઈમ્યુનિટી અનેક વર્ષો સુધી વધી જશે. ત્યાર બાદ જ નિષ્ણાંતોની પેનલે બૂસ્ટર ડોઝની મંજુરી આપી દીધી છે.

ભારત બાયોટેકના પ્રસ્તાવ પર સબ્જેક્ટ એક્સપર્ટની કમિટીએ કહ્યું હતું કે, બુસ્ટર ડોઝની સ્ટડી બીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલ વાલા વોલિંટિયર્સ પર કરવામાં આવે. આ વોલિંટિયર્સને કોવેક્સીનની 6 માઈક્રોગામના બે ડોઝ મળી ચુક્યા છે. બૂસ્ટર ડોઝ એ લોકોને પહેલા આપવામાં આવશે જેમને કોવેક્સીનનો બીજો ડોઝ ગત વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં લીધો હતો.

ભારત બાયોટેક આ વોલિટિયર્સનો ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ છ મહિના સુધી તેમના પર નજર રાખશે. જેથી કરીને તેમના શરીરમાં કોરોના વિરૂદ્ધ થતા ફેરફારો, ઈમ્યુનિટી ઘટના કે વધવાની સાથે સાથે નવા વેરિએંટથી બચવામાં કેટલી મદદ મળે છે તે જાણી શકાય. સાથે જ થનારી આડ અસરની પણ તપાસ કરવામાં આવશે.

આ સ્ટડી રિપોર્ટ ભારત બાયોટેક દ્વારા સરકારની નિષ્ણાંતોની પેનલ સામે રજુ કરવામાં આવશે. કંપની ક્લિનિકલ ટ્રાયલની રિવાઈઝ્ડ રિપોર્ત એક્સપર્ટ પેનલ સામે તપાસ માટે રજુ કરશે. ઉલ્લેખનીય છે કે, લગભગ 190 વોલિંટિયર્સે કોવેક્સીનને 6 માઈક્રોગ્રામના ડોઝ ટ્રાયલના બીજા ફેઝમાં આપવામાં આવ્યા હતાં. આ જાણકારીને કંપની પોતાના ડેટા સાથે સાર્વજનિક પણ કરવામાં આવ્યો હતો.

આ વોલિંટિયર્સને બે જુથમાં વહેંચવામાં આવશે. એક જુથને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ત્યાર બાદ બંને જુથોના વોલિંટિયર્સના શરીરમાં થનારા ફેરફારોનું અધ્યયન કરવામાં આવશે. એ બાબતનો પણ અભ્યાસ કરવામાં આવશે કે કોવેક્સીનની અસર કેટલા લાંબા સમય સુધી રહે છે. કોરોના વિરૂદ્ધ વેક્સીન લગાવ્યા બાદ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં કેટલો વધારો થાય છે.

ત્રીજા બુસ્ટર ડોઝ બાદ કોરોના વાયરસથી સંઘર્ષ કરવામાં ઘણો ઓછો ખર્ચ આવશે. લોકોને સંક્રમણ લાગવાનો ખતરો પણ ઘટી જશે. સાથે જ કોરોના વાયરસની કોઈ બીજી લહેર આવવામાં સમય લાગશે. જો લહેર આવે તો પણ તે નુકશાનકાર સાબિત નહીં થાય. તેનું નિયંત્રણ કરવું પણ સરળ રહેશે. બુસ્ટર ડોઝ બાદ વર્ષમાં એકવાર એક ડોઝની જરૂર પડી શકે છે. આ દિશામાં દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન