This Is How Rahat Indori Were Wrote Romantic Shayari At Very Old Age
  • Home
  • Featured
  • 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રૉમેન્ટિક શાયરી લખતા રાહત ઇન્દોરી? આપ્યો હતો ગજબ જવાબ

70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રૉમેન્ટિક શાયરી લખતા રાહત ઇન્દોરી? આપ્યો હતો ગજબ જવાબ

 | 7:05 pm IST

જાણીતા શાયર રાહત ઇન્દોરીનું હ્રદયરોગનો હુમલો થતા નિધન થયું છે. આખી દુનિયાને પોતાની શાયરીઓથી મંત્રમુગ્ધ કરનારા રાહત સાહેબે મોહબ્બથી લઇને રાજનીતિ સુધી દરેક ચીજ પર શેર-ઓ-શાયરી લખી હતી. છેલ્લા લાંબા સમયથી રાહત સાહેબની તબિયત સારી નહોતી અને મંગળવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. કેટલાક વર્ષ પહેલા કપિલ શર્મા શૉના એક એપિસોડમાં રાહત ઇન્દોરી પહોંચ્યા હતા. તે સાંજે શોનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો.

આદમી ઘરડો દિમાગથી હોય છે, દિલથી નહીં

તેમની સાથે પ્રોફેસર અશોક ચક્રધર પણ શોમાં હાજર હતા. આ દરમિયાન બંનેએ પ્રોફેસનલ અને પર્સનલ લાઇફથી જોડાયેલી વાતો શેર કરી. કપિલ શર્માએ રાહત ઇન્દોરીને પુછ્યું કે આ ઉંમરે પણ રોમેન્ટિક શાયરીઓ કઈ રીતે લખો છો? તેમની રોમેન્ટિક ઇન્સપેરિશન શું છે? જવાબમાં રાહત સાહેબે કહ્યું કે, “આદમી ઘરડો દિમાગથી હોય છે, દિલથી નહીં.” આ ઉપરાંત કપિલ શર્માએ પુછ્યું કે, શું જે રીતે તમારી શાયરીની એક લાઇન છે, “આસામાં લાયે હો, જમીન પર રખ દો, શું તમારી વાઇફ પણ પુછે છે કે કૈશ લાયે હો, તો કપબૉર્ડ મે રખ દો.”

પ્રેમ-મોહબ્બતથી લઇને રાજનીતિ પર લખી ગઝલો-શાયરીઓ

રાહત ઇન્દોરી કપિલ શર્માની હાજરજવાબી અને મજાકથી પ્રભાવિત થયા હતા. આ દરમિયાન રાહત સાહેબે શો પર અનેક ગઝલો સંભળાવી હતી. તેઓ લોકોની મધ્યે પોતાની શાયરી બોલવાના અંદાજથી જાણીતા હતા. તેમની શાયરીમાં પ્રેમ-ઈશ્ક, હુસ્ન, રાજનીતિ અને જમીનસ્તરના મુદ્દાઓ પણ જોવા મળે છે. તેમની અનેક શાયરીઓ ઘણી જ પોપ્યુલર છે.

તેમના જાણીતા શેર

1. એક હી નદી હૈ યે દો કિનારે દોસ્તોં,
દોસ્તાના જિંદગી સે મૌત સે યારી રખો.

2. બીમાર કો મરજ કી દવા દેની ચાહિયે,
મૈં પીના ચાહતા હૂં પિલા દેની ચાહિયે.

3. વો ચાહતા થા કિ કાસા ખરીદ લે મેરા,
મૈં ઉસકે તાજ કી કીમત લગા કે લૌટ આયા.

4. અફવાહ થી કી મેરી તબિયત ખરાબ હૈ,
લોગોં ને પુછ પુછ કે બીમાર કર દીયા.

5. સભી કા ખૂન હૈ સામેલ યહાં કી મિટ્ટી મે,
કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડી હૈ.

6. અંદર કા ઝહર ચૂમ લિયા ધુલ કે આ ગયે,
કિતને શરીફ લોગ થે સબ ખુલ કે આ ગયે.

આ વિડીયો પણ જુઓ: વૃંદાવન ઈસ્કોન મંદિરમાં 22 કોરોના પોઝીટીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન