અમેરિકામાં નોકરી કરવી હોય તો આ છે શ્રેષ્ઠ કંપનીઓ, ફેસબુક છે આગળ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • અમેરિકામાં નોકરી કરવી હોય તો આ છે શ્રેષ્ઠ કંપનીઓ, ફેસબુક છે આગળ

અમેરિકામાં નોકરી કરવી હોય તો આ છે શ્રેષ્ઠ કંપનીઓ, ફેસબુક છે આગળ

 | 7:33 pm IST
  • Share

અમેરિકામાં નોકરી કરવા માટેની શ્રેષ્ઠ કંપનીઓની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ ફેસબુકનું આવે છે, તો એપલ છેક ૮૪મા ક્રમે આવે છે ! દિગ્ગજ જોબ વેબસાઇટ ગ્લાસડોરના મતે ફેસબુક નોકરી કરવા માટે શ્રેષ્ઠ વર્કિગ પ્લેસ તરીકે આગળ આવ્યું છે. જ્યારે આઇટી કંપની એપલ 3૬મા ક્રમે હતું, ત્યાંથી પછડાઇને ૮૪મા ક્રમે પહોંચી ગયું છે.

ગ્લાસડોરે અમેરિકામાં કામ કરવાની દ્રષ્ટિએ 100 શ્રેષ્ઠ વર્કિગ પ્લેસ ઉપર એક સર્વે કર્યો હતો. ગ્લાસડોરના મતે એપલ હજુ પણ ૫માંથી 4.3 રેટિંગ સાથે સૌથી ઊંચો ક્રમ મેળવનારી નોકરીદાતા કંપની બની છે. જ્યારે ગૂગલ, વર્લ્ડ વાઇડ ટેકનોલોજી. યાહુ અને વીએમવેયર જેવી અન્ય આઇટી કંપની દિગ્ગજોની આ યાદીમાં આગળ વધી રહી છે.

ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મ બૈન એન્ડ કંપની કામ કરવાની દ્રષ્ટિએ બીજા નંબરનું શ્રેષ્ઠ કામ કરવાનું સ્થળ છે. એ બાદ બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપ, ઇન એન આઉટ બર્ગર અને ગૂગલનો નંબર આવે છે. આ સર્વેથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે લોકો ફેસબુકમાં કામ કરવાનું સૌથી બહેતર માને છે.

ગ્લાસડોરના સીઇઓ રોબર્ટ હોનમને પોતાના એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે એક મિશનની જેમ કામકાજની સંસ્કૃતિ તથા પારદર્શી નેતૃત્વની સરાહના કરે છે. તથ્ય એ છે કે તેમનું કામ દુનિયાભરમાં અબજો લોકોના જીવન પર પ્રભાવ પડે છે.

જ્યારે એપલમાં કામ કરવાની નકારાત્મકતા અંગે પૂછતાં કેટલાક કર્મચારીઓએ નામ આપ્યા વિના આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે એપલમાં સંસાધનોની અછત છે અને ત્યાં વર્ક લાઈફ બેલેન્સ ઘણું ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન