This mystery girl of Sunrisers Hyderabad increased the beats of fans in IPL
  • Home
  • Sports
  • Cricket
  • SRHની આ મિસ્ટ્રી ગર્લએ IPL માં ચાહકોના ધબકારા વધારી દીધા, કોણ છે આ યુવતી?

SRHની આ મિસ્ટ્રી ગર્લએ IPL માં ચાહકોના ધબકારા વધારી દીધા, કોણ છે આ યુવતી?

 | 3:57 pm IST
  • Share

IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. બુધવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને દિલ્હી કેપિટલ્સના હાથે 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન એક સુંદર યુવતી હૈદરાબાદની જર્સીમાં SRH ટીમને ચીયર કરી રહી હતી. આ યુવતી અન્ય કોઈ નહીં પણ સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારન છે. ટીમના નબળા પ્રદર્શનને જોઈને કાવ્યા મારન પણ નિરાશ દેખાઈ હતી. મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના દરેક મોટા શોટ પછી ટીવી સ્ક્રીન પર કાવ્યા મારનની તસવીરો દેખાઈ. આ જ કારણ છે કે લોકો સોશિયલ મીડિયા પર તેના વિશે વિવિધ પ્રકારની કોમેન્ટ્સ અને મીમ્સ શેર કરી રહ્યા છે.

કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની ટીમ છે. કાવ્યા મારન કલનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.

28 વર્ષીય કાવ્યા મારન પોતે સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તેણી પ્રથમ વખત IPL 2018 માં ટીવી પર પોતાની ટીમને SRHને ચીયર કરતી વખતે દેખાઈ હતી.

કાવ્યા મારન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના CEO છે. MBA પૂર્ણ કર્યા પછી કાવ્યાએ તેના પિતા કલાનિધિ મારનના વ્યવસાયમાં જોડાવાનું નક્કી કર્યું. કાવ્યાએ સન ટીવી નેટવર્કમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી જેથી તેણીની કંપનીમાં મોટું પદ લેતા પહેલા અનુભવ મેળવી શકાય. કાવ્યા હાલમાં સન ટીવી નેટવર્કના ઓટીટી પ્લેટફોર્મ સન નેક્સ્ટ Sun NXTની પ્રમુખ છે.

કાવ્યાને ક્રિકેટ પસંદ છે. આ સિવાય તે પોતાનું કામ પણ સારી રીતે સંભાળે છે. તે પહેલી વખત IPL 2018 દરમિયાન દેખાઈ હતી. કાવ્યાએ ચેન્નઈથી MBA કર્યું છે અને હવે તેનું સંપૂર્ણ ધ્યાન IPL પર છે. કાવ્યા મારને MBAનો અભ્યાસ કર્યો છે જેથી તે તેના પિતા કલાનિધિ મારનને તેના વ્યવસાયમાં મદદ કરી શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો