This russian government traffic officer was using a gold toilet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોનાના ટોઈલેટનો ઉપયોગ કરતો હતો આ અધિકારી, રેડ દરમિયાન સામે આવી ચોંકાવનારી વિગતો

સોનાના ટોઈલેટનો ઉપયોગ કરતો હતો આ અધિકારી, રેડ દરમિયાન સામે આવી ચોંકાવનારી વિગતો

 | 10:13 pm IST
  • Share

શું કોઈ સરકારી અધિકારીની એટલી સારી સ્થિતિ હોઇ શકે કે તે પોતાના મકાનમાં સોનાના શૌચાલયનો ઉપયોગ કરી શકે? તમને આ સાંભળીને આઘાત લાગશે પણ આ રશિયામાં થયું છે જ્યાં ટ્રાફિક પોલીસ અધિકારીની ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે તેના ઘરની તલાશી લેવામાં આવી હતી ત્યારે તપાસ કરનારાઓની આંખો ફાટી ગઈ હતી.ગ્રેબ)

તપાસ ટીમે આરોપીઓના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેઓ તેની હવેલી, ભવ્ય ઓરડાઓ, અસાધરણ ફર્નિચર અને સોનાના શૌચાલયને જોઈને સ્તબ્ધ થઈ ગયા. અધિકારીઓએ બાદમાં ભ્રષ્ટાચાર દ્વારા હસ્તગત કરેલી તમામ સંપત્તિના ફૂટેજ પણ બહાર પાડ્યા હતા.

હકીકતમાં રશિયાની તપાસ સમિતિએ સ્ટેવ્રોપોલના દક્ષિણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના મામલે પોલીસ અધિકારી એલેક્સી સફોનોવ અને છ અન્ય લોકોની ધરપકડ કરી હતી. આ લોકોને ગુનાહિત ગેંગને પરવાનગી આપવાના બદલામાં પૈસા લેવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અધિકારીઓએ સફોનોવની હવેલી પર દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી સોનાના શૌચાલયો સહિતની અનેક ચીજો મળી આવી હતી. ઘરની સજાવટ એવી હતી કે એવું લાગ્યું કે તે કોઈ રાજાનું ઘર છે. એક ન્યૂઝ અનુસાર, ગુનેગાર ગેંગને એલેક્સી સફોનોવ પર લાંચના બદલામાં અનાજની કાર્ગો ટ્રાન્સપોર્ટ પરમિટ આપવામાં આવી હતી. પરવાનગી હોવાને કારણે પરિવહનકારોએ સરળતાથી પોલીસ ચોકી પાર કરી હતી અને ત્યાં તેમની કોઈ ચેકીંગ પણ નહોતી થઈ.

રશિયાની તપાસ સમિતિ, જો મોટે યુએસની એફબીઆઈની બરાબર છે, તેમણે જણાવ્યું હતું કે અધિકારી અને તેની સાથે ધરપકડ કરાયેલા અન્ય લોકોને 19 મિલિયન રુબેલ્સ એટલે કે રૂ. 1,91,77,266 રૂપિયા લાંચ તરીકે લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં ભૂતપૂર્વ વરિષ્ઠ ટ્રાફિક અધિકારી, ટ્રાફિક નિરીક્ષક અને ચાર નાગરિકોનો સમાવેશ થાય છે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ – યુનાઇટેડ રશિયાના વરિષ્ઠ રાજકારણીએ, એલેક્ઝાંડર ખિંશ્ટેઈને કહ્યું કે મોટા ઓપરેશનના ભાગ રૂપે 35 થી વધુ ટ્રાફિક પોલીસ અધિકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તપાસ માટે આ આરોપી અધિકારીઓની લગભગ 80 મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં રોકડ, મોંઘી કાર અને દસ્તાવેજો જપ્ત કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન