This signal will tell you that you have fallen in love with your best friend
  • Home
  • Supplements
  • Nari
  • આ સિગ્નલ કહી દેશે કે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડના પ્રેમમાં પડી ગયા છો

આ સિગ્નલ કહી દેશે કે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડના પ્રેમમાં પડી ગયા છો

 | 8:01 pm IST
  • Share

અત્યાર સુધી બેસ્ટ ફ્રેન્ડ સાથેનું હગ તમને કેઝયુઅલ લાગતું હતું તે અચાનક જ તમને અલગ લાગવા લાગે, તમને અલગ અનુભવ થવા લાગે તો સમજવું કે તમે તેને મિત્રથી વધારે માનો છો

સારા મિત્રો માત્ર નસીબદાર લોકોને જ મળે છે, કારણ કે મિત્રતા જ એક એવો સંબંધ છે જેને આપણે જાતે પસંદ કરીએ છીએ, બાકીના સંબંધો તો એવા હોય છે કે જે પહેલેથી નિશ્ચિત હોય છે. વળી, આપણું મિત્રવર્તુળ જ જણાવી દે છે કે આપણી સંગત કેવી છે. દોસ્તી ઉપરની ફિલ્મ મૈને પ્યાર કિયાનો એક ફેમસ ડાયલોગ છો કે એક લડકા ઔર લડકી કભી અચ્છે દોસ્ત નહીં હો શકતેજોકે, આજના સમય પ્રમાણે આ વાત બહુ બંધબેસતી નથી લાગતી, કારણ કે એક યુવક અને યુવતી સારા મિત્રો પણ હોઈ છે અને તેઓ પોતાની મિત્રતા આજીવન સાચા દિલથી નિભાવે છે, પરંતુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થઈ જાય તો! પ્રેમ અને મિત્રતા વચ્ચે પાતળી ભેદરેખા જરૂર છે, પરંતુ છતાં બેસ્ટ ફ્રેન્ડના પ્રેમમાં તમે પડી ગયા છો કે નહીં તે તમે અમુક સિગ્નલ દ્વારા જાણી શકો છો. આ એવાં સિગ્નલ છે જેને ક્યારેક તમે નજરઅંદાજ પણ કરી લેતા હો છો, પરંતુ આ બાબતે એક વાર વિચાર જરૂર કરજો. હવે ફિલ્મ કુછ કુછ હોતા હૈનો એક ડાયલોગ ધ્યાનમાં રાખજો કે, ‘પ્યાર દોસ્તી હૈતમે તમારા બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ કરવા લાગ્યા છો કે નહીં તે જણાવતાં સિગ્નલો વિશે જાણીએ. 

એને બેસ્ટ ફ્રેન્ડ કરતાં વધારે પ્રાથમિકતા આપવા લાગો છો 

બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થયાનો આ પહેલો સંકેત છે કે તમે તેને બાકી બેસ્ટ ફ્રેન્ડની તુલનામાં વધારે પ્રાથમિકતા આપવા લાગ્યા છો. તમે પોતાને તેના માટે એવાં કામ કરતા જુઓ-અનુભવો છો, જે તમે અન્ય કોઈ માટે કરતા નથી. તેની સાથે તમને અન્યની તુલનામાં વધારે ખુશી મળે છે. તેની સાથે વાતચીત કર્યા વગર તમારો દિવસ પૂરો નથી થતો. તમે સતત તેના વિશે વિચારો છો અને અચાનક જ નાની-નાની ગિફ્ટ્સ આપવા લાગ્યા છો. તમે એ બધું જ કરવા ઇચ્છો છો જે તેને ખુશી આપે. 

કારણ વગર તેને મળવા લાગ્યા છો 

તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થઈ ગયાનો એક સંકેત એ પણ છે કે તમે કોઈ પણ કારણ વગર તેને મળવા ઇચ્છો છો. ઊલટું તમે તેને મળવા માટેનાં બહાનાં બનાવવા લાગો છો. તેને મળવું, તેની સાથે વાત કરવી, તેની સાથે સમય વિતાવવો તેને સારો લાગે છે. તમે માત્ર તેને જોઈને જ કલાકો વિતાવી શકો છો. તેની સાથેની વાતચીત ક્યારેય ખતમ જ ન થતી હોય. 

જરૂર પડે ત્યારે સૌથી પહેલાં એ જ યાદ આવે 

તે તમારાં બધાં જ નખરાં સહન કરવા તૈયાર છે અને એ જ વાત તમને તેની તરફ આકર્ષિત કરે છે. દિલની કોઈ પણ વાત શેર કરવી હોય, પોતાનું દુઃખ વહેંચવા માટે કોઈનો સાથે જોઈતો હોય અથવા તો કોઈ સિક્રેટ શેર કરવું હોય કે અન્ય કોઈ પણ જરૂર અનુભવાય અને તમારા મનમાં સૌથી પહેલાં એ જ બેસ્ટ ફ્રેન્ડનો વિચાર આવે છે. આ બહુ મોટો સંકેત છે જે તમને જણાવે છે કે તમને બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થવા લાગ્યો છે. 

તેને ભેટતી વખતે અલગ જ અનુભવ થાય 

અત્યાર સુધી બેસ્ટ ફ્રેન્ડ સાથેનું હગ તમને કેઝયુઅલ લાગતું હતું તે અચાનક જ તમને અલગ લાગવા લાગે, તમને અલગ અનુભવ થવા લાગે. એટલે સુધી કે તમે તેને થોડો સમય વધુ ભેટી રહેવાનું પસંદ કરો. તેનો સ્પર્શ તમારા રોમરોમમાં વ્યાપી જાય, પહેલાં આ પ્રકારની લાગણી ન અનુભવાતી હોય. સામાન્ય મિત્રો હોવ ત્યારે અનેકવાર તમે એકબીજાને હગ કર્યું હોય, પણ એ હગમાં રોમાંચ ન હોય, એ હગ નોર્મલ જ લાગતું હોય, તેના બદલે હવે તમને તમારા બેસ્ટ ફ્રેન્ડને હગ કરવામાં શરમ આવતી હોય, રોમાંચ અનુભવાતો હોય, પેટમાં જાણે પતંગિયા ઉડવા લાગ્યાં હોય તો સમજી લો કે આ પણ એક મોટો સંકેત છે જે તમને જણાવે છે કે તમે બેસ્ટ ફ્રેન્ડના પ્રેમમાં છો. તમે તેની સાથે તમારા મિત્રતાના સંબંધને બીજું નામ આપવા માંગો છો, ઘણીવાર આવું બનતું હોય છે, કે તમે મિત્ર સાથે એટલાં નજીક આવી જાવ કે તે મિત્ર ન રહીને પ્રેમી બની જાય.

અચાનક જ તેની સામે સારા દેખાવાની ચિંતા થવા લાગે 

ખરેખર તો આપણે મિત્રોની સામે તો ગમેતેમ જઈ શકીએ છીએ. આપણે મિત્રોની વચ્ચે આપણા લુકને લઈને બહુ ચિંતા કરતા હોતા નથી, પરંતુ કોઈ બેસ્ટ ફ્રેન્ડની સામે જતા પહેલાં તમે વારંવાર અરીસામાં પોતાને નિહાળો, સારાં કપડાં પહેરો, મેકઅપ કરો. એટલે સુધી કે તમે કેવા દેખાઈ રહ્યા છો તેની ચિંતા તે બેસ્ટ ફ્રેન્ડ સામે જતા પહેલાં સતાવવા લાગે તો સમજી લો કે આ પ્રેમનો સંકેત છે જે તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે થઈ ગયો છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો