This special feature is being removed from Whatsapp
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • વોટ્સએપ યુઝર્સને લાગશે ઝટકો, ટૂંક સમયમાં નીકળી જશે આ ખાસ ફીચર

વોટ્સએપ યુઝર્સને લાગશે ઝટકો, ટૂંક સમયમાં નીકળી જશે આ ખાસ ફીચર

 | 2:49 pm IST
  • Share

વોટ્સએપ તેના યુઝર્સ માટે ઘણા નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. જેમાં નવા ફીચર્સમાં ગ્રુપ આયકન એડિટર, એન્ડ્રોઇડ ડિવાઇસથી આઇફોન પર ચેટ્સને ટ્રાન્સફર કરવાની ક્ષમતા વગેરેનો સમાવેશ થાય છે. હવે વોટ્સએપ એક ફીચરને હટાવી રહ્યું છે, જે ગયા વર્ષે લાવવામાં આવ્યું હતું. વાત કરવામાં આવી રહી છે WhatsApp Messenger Rooms ફીચર વિશે. આ ફીચર મે 2020 માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે વપરાશકર્તાઓને ફેસબુક મેસેન્જર પર 50 સભ્યોના ગ્રુપ બનાવવાની મંજૂરી આપે છે.

વોટ્સએપ ટ્રેકર સાઈટ WABetaInfo ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે WhatsApp મેસેન્જર રૂમ શોર્ટકટને એપ્લિકેશનના iOS અને Android બંને વર્ઝન માટે હટાવી દેવામાં આવ્યા છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે iOS 2.21.190.11 અને એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.19.15 માટે વોટ્સએપ બીટા વર્ઝન ચેટ શેર સ્ક્રીનમાં વોટ્સએપ મેસેન્જર રૂમ શોર્ટકટ વગર જોવા મળ્યું હતું. આ સૂચવે છે કે મેસેજિંગ પ્લેટફોર્મ આ વર્ઝન સાથે ફીચર્સને ડિસેબલ કરી શકે છે.

હવે વપરાશકર્તા પાસે ચેટ મેનૂ, ડોક્યૂમેન્ટ, કેમેરા, ઓડિયો, ગેલેરી, લોકેશન અને કોન્ટોક્ટમાં શેર કરવા માટે શોર્ટકટ છે. વોટ્સએપ મેસેન્જર રૂમ હટાવવા ઉપરાંત વોટ્સએપ વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ કરવાની ક્ષમતા પર પણ કામ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં iOS બીટા યુઝર્સ માટે આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો