હવે વસાવો પેપર જ્વેલરી, જેને પહેરવાની આવશે એકદમ મજા - Sandesh
  • Home
  • Lifestyle
  • હવે વસાવો પેપર જ્વેલરી, જેને પહેરવાની આવશે એકદમ મજા

હવે વસાવો પેપર જ્વેલરી, જેને પહેરવાની આવશે એકદમ મજા

 | 6:41 pm IST
  • Share

પેપર જ્વેલરીમાં વુડન, ગ્લાસ, બીડ્‌સ, ક્રિસ્ટલ, કુંદન, સ્ટોન, પોસકી, પ્લાસ્ટિક બીડ્‌સ તથા સેમી પ્રેશિયસ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેપર જ્વેલરી નવી પેઢીથી લઇને ટીનએજ તેમજ મિડલ એજની મહિલાઓમાં વધારે પ્રિય રહી છે. તે ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહે છે અને સાથે પેપરની બનેલી હોવાથી તે લાઈટ વેટ પણ હોય છે. આ કારણે લોકો તેને વધારે પસંદ કરે છે.

જો કે કેટલાકને અમુક પ્રકારના મેટલથી એર્લજી થતી હોય તેવું જોવા મળે છે. જ્યારે પેપર જ્વેલરીથી આવી કોઈ સમસ્યા થતી નથી. પેપર જ્વેલરીમાંથી ઈયરિંગ્સ, બ્રેસલેટ, સિંગલ સેટ પણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારનો ફંકી લૂક સિમ્પલ લૂક માટે વધારે પસંદ કરાતો હોય તેવું જોવા મળે છે. પેપર જ્વેલરીને તૈયાર કરવા માટે રિસાઈકલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેપર પર્યાવરણમાંથી કાર્બનને ઘટાડે છે અને એન્વાયરમેન્ટને કોઈ નુકસાન પણ કરતુ નથી.

આ જ્વેલરી પાણીના સંપર્કમાં આવવાથી કે પરસેવો થવાના કારણે ખરાબ થતી નથી. મેટલ જ્વેલરીની સરખામણીએ તેની કિંમત ઓછી હોય છે. જો કે થોડા સમય વાપરી લીધા બાદ તેને ફેંકી શકાય છે. આ સાથે જ નવી ટ્રેન્ડી જ્વેલરી ખરીદીને વાપરી પણ શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો