Thousands of doses of corona vaccine can be prevented if it is registered on the spot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મોટો વિરોધાભાસ: સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાય તો કોરોના રસીના હજારો ડોઝ બાતલ થતાં અટકાવી શકાય

મોટો વિરોધાભાસ: સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાય તો કોરોના રસીના હજારો ડોઝ બાતલ થતાં અટકાવી શકાય

 | 7:00 am IST
  • Share

૧૮થી ૪૪ વર્ષના લોકોને કોરોનાની વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાના નિયમમાં આજે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે ભારે વિરોધાભાસ સર્જાયો છે. કેન્દ્ર કહે છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરુર નથી. તેની ગણતરીની કલાકોમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કહ્યું કે કેન્દ્ર ભલે કહે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા જ ચાલુ રહેશે. આ બધા વચ્ચે સરકારના જાણકારો કહી રહ્યાં છે કે જો સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવે તો રસીના હજારો ડોઝ બાતલ જતાં બચાવી શકાય.

રાજ્યમાં રસીની સતત અછતના લીધે ૧૮થી ૪૪ વર્ષના લાખો નાગરિકો રસીથી વંચિત છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે ૧૮થી ૪૪ વર્ષના નાગરિકોએ હવેથી રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. આ જાહેરાતની ગણતરીની કલાકોમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્રના નિયમનો અમલ કરવાનો નનૈયો ભણી દીધો છે. સરકાર રસીનો બગાડ અટકાવવા સેશન સાઈટ અડધી કરીને નાગરિકોને હાલાકીમાં મૂકી રહી છે ત્યારે આરોગ્ય વિભાગના જ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે જો સ્થળ પર રજિસ્ટ્રેશનનો કેન્દ્રનો નિયમ સ્વીકારી લેવાય તો હજારો ડોઝનો બગાડ અટકાવી શકાય.

હાલમાં દરેક રસીકરણ કેન્દ્ર પર માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારાઓને જ રસી આપવામાં આવે છે. જે રસીકેન્દ્રને જેટલા ડોઝ ફાળવાયા હોય તેટલા લોકોનું જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતું હોય છે. આ સ્થિતિમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલા જેટલા લોકો ગેરહાજર રહે તેટલા ડોઝ એમને એમ પડી રહે છે. સ્થળ પર રજિસ્ટ્રેશન ન થવાના લીધે આ ડોઝ બીજા લોકોને આપી શકાતા નથી. કે આ ડોઝ બીજા દિવસ માટે સાચવી પણ શકાતા નથી. પરિણામે હજારો ડોઝ બાતલ જાય છે.

બીજી બાજુ દરેક સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસી લેનારાઓ દરેક રસીકરણ કેન્દ્ર પર રોજ ઉભા હોય છે. એટલે સ્થિતિ એવી થાય છે કે રસી હોવા છતાં લોકોને રસી મળતી નથી અને તે રસી છેલ્લે કચરામાં ફેંકી દેવી પડે છે. આથી જો, સ્થળ પર રજિસ્ટ્રેશનની સુવિધા ચાલુ કરાય તો દરેક કેન્દ્ર પર બાતલ જતા રસીના ડોઝ અન્ય નાગરિકોને આપી શકાય અને તેમને કોરોના સામે રક્ષણ પૂરું પાડી શકાય તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો