Thousands of women attended the religious program during the corona epidemic in Sanand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોરોનાના ખપ્પરમાં ને સાણંદમાં હજારો મહિલાઓ ભાન ભૂલી, જુઓ હિચકારો Video

ગુજરાત કોરોનાના ખપ્પરમાં ને સાણંદમાં હજારો મહિલાઓ ભાન ભૂલી, જુઓ હિચકારો Video

 | 9:24 pm IST
  • Share

આખા ગુજરાતમાંને કોરોનાએ બાનમાં લીધુ છે. રોજેરોજ કોરોનાનાં આંકડો વિક્રમ સર્જી રહ્યા છે. લોકો મોતના મૂખમાં ધકેલાઇ રહ્યા છે. કોરોના મહામારીથી જ્યાં આખુ ગુજરાત જાણે ચિતા પર હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને કોરોનાને કાબૂમાં લેવા કોરોના વોરિયર દિવસ-રાત કામ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકોને જાણે કોરોના સંક્રમણ ફેલાવામાં રસ હોય તેમ ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક ભયાનક ઘટના સાણંદમાં બની છે. સાણંદના નવાપુરા અને નિધરાડ ગામે કોરોના સંક્રમણ વચ્ચે આજે હજારોની ભીડ ભેગી થઇ હતી.

સાણંદમાં ધાર્મિક પ્રસંગે હજારો લોકોની ભીડ ભેગી થઇ હતી. સાણંદના નવાપુરા અને નિધરાડ ગામે જાણે કોરોના સંક્રમણને આમંત્રણ આપવા માટે હજારોની ભીડ એકઠી થઇ હતી. અહિં ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

બંને ગામોમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા સાથે જ મોટા ભાગની મહિલાઓએ તો માસ્ક પણ પહેર્યુ ન હતું. નવાપુરા ગામે ગઈ કાલે ગામના લોકોએ બળિયાદેવના મંદિરે પાણી ચડાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે. જેને લઈને ચાંગોદર પોલીસે 4 આયોજક અને ડી.જેના સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ આજે સાણંદના નિધરાડ ગામે બળિયાદેવના મંદિરે ધાર્મિક પ્રસંગમાં ગામના લોકોએ વરઘોડો કાઢી મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેનો વીડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હાલમાં સાણંદ પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન