Three Dead in heavy rains in Maharashtra's Palghar district
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામો થયા સંપર્ક વિહોણા, NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામો થયા સંપર્ક વિહોણા, NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી

 | 9:14 pm IST
  • Share

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. વરસાદને કારણે મુંબઇ, સાંગલી, અકોલા વગેરે અનેક વિસ્તારો જળમગ્ન ગયા છે. આ સાથે ઘણી નદીઓ પણ બેકાંઠે વહી રહી છે. અમરાવતીની સૌથી મોટી નદી સિપણાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ, જેના કારણે પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું.

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા ગામોમાં પૂરને કારણે સંપર્ક તૂટી ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. એડમિનિસ્ટ્રેશન ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી છે. રાજ્યમાં એરફોર્સ-નેવીની સાથે એનડીઆરએફ ટીમોને પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરે પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી

રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ વરસતા તંત્ર એલર્ટ પર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 22 જુલાઇએ રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં પૂરની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. 24 કલાક સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે કોંકણ કાંઠા પર આગામી ત્રણ દિવસ માટે રેડ અને ઓરેંજ એલર્ટ જારી કર્યું છે. મુખ્ય પ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અને અન્ય સંબંધિત વિભાગોને સજાગ રહેવાની અને સાવચેતીના પગલા ભરવા નિર્દેશ આપ્યા છે.

પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે ત્રણના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વરસાદને લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. મુંબઇને અડીને આવેલા દરિયાકાંઠાના પાલઘર અને થાણે જિલ્લામાં રાત્રે અને ગુરુવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમોએ ફસાયેલા સેંકડો લોકોને બચાવવા તૈનાત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન