Three injured as car overturns in BRTS corridor near shivranjani
  • Home
  • Ahmedabad
  • શિવરંજની પાસે BRTS કોરિડોરમાં પૂરઝડપે ઘૂસેલી કાર પલટી ગઈ, ત્રણને ઈજા

શિવરંજની પાસે BRTS કોરિડોરમાં પૂરઝડપે ઘૂસેલી કાર પલટી ગઈ, ત્રણને ઈજા

 | 7:55 am IST
  • Share

  • પોલીસ અને અકસ્માત સર્જનારે કુલડીમાં ગોળ ભાંગ્યો, નુકસાન ભરપાઈ કરવાનું કહેતા કોઈ કાર્યવાહી કરાઈ નહીં 
  • સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી હતી
  •  BRTS કોરિડોરને નુકસાન થયું પરંતુ એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બનાવના પગલે કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની સોસાયટી પાસે ગુરુવારે મોડી રાત્રે નહેરુનગરથી પૂરપાટ ઝડપે આવતી આઈ-20ના કારચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા BRTS કોરિડોરમાં કાર પલ્ટી મારી ગઈ હતી. કાર ચલાવનાર તથા બેસેલા બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી.

શિવરંજની ચાર રસ્તા પાસેના બીઆરટીએેસ કોરિડોરમાં ગુરુવારે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે પૂરઝડપે બીઆરટીએેસ ટ્રેકમાં કાર ઘૂસાડયા બાદ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૂમને બનાવની જાણ કરી હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને  કોરિડોરમાં થયેલા નુકસાનની ભરપાઈ અકસ્માત સર્જનાર કારચાલક પાસેથી વસૂલી હતી. પરંતુ એક હકીકત એ પણ છે કે, બીઆરટીએસ કોરિડોરને નુકસાન થયું પરંતુ એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બનાવના પગલે કોઈ નક્કર કાર્યવાહી સુદ્ધાં પણ કરી નહીં. સામાન્ય કોઈ વ્યક્તિ ટ્રાફ્કિની અડચણના કારણે જો  કોરિડોરમાં પ્રવેશી જાય તો તેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ શિવરંજની અકસ્માત મામલે પોલીસે BRTS અને આઈ-20ના કારચાલક વચ્ચે સમાધાનની ભૂમિકા ભજવીને ફિંડલું વાળી દીધું હોય એવું લાગે છે.

વાહનચાલકો બેફામ પણ ટ્રાફિક પોલીસ મહેરબાન

શહેરમાં વાહનચાલકો બેફામ ચલાવતાં હોવાથી એક અઠવાડિયામાં અકસ્માતની ત્રણ ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુવારે મોડીરાત્રે ફુલ સ્પીડે આવતી કાર   કોરિડોરમાં ઘૂસી જતાં કાર અથડાઇને પલટી ખાઇ હતી. તેમાં કારચાલક યશ શાહ સહિત ત્રણ યુવકો ઘાયલ થયા છે. છતાં ટ્રાફિક પોલીસ તેમને છાવરી રહી હોય તેમ કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધ્યા વગર જ જવા દીધા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો