three legged man frank lentini interesting story of a strange person
  • Home
  • Featured
  • PHOTOS: 3 પગ, 2 ગૃપ્તાંગ અને 2 પત્ની, આ અઘરા માણસનું જીવન જોઈ દુુનિયા ચોંકી ગઈ હતી

PHOTOS: 3 પગ, 2 ગૃપ્તાંગ અને 2 પત્ની, આ અઘરા માણસનું જીવન જોઈ દુુનિયા ચોંકી ગઈ હતી

 | 3:14 pm IST

દુનિયામાં ઘણા એવા અજુબા છે જે માત્ર વિચારી જ શકાય. એક એવો જ અજુબો છે ઈટલીનો રહેનાર માણસ કે જેને બે નહીં પણ ત્રણ પગ છે. અને આવા જ વેશમાં તે 77 વર્ષ સુધી જીવતો રહ્યો હતો. આ માણસનું નામ છે ફ્રાંસેસ્કો ફ્રેન્ક લેંટિની. 18 મે 1889ના રોજ એનો જન્મ ઈટલીના સિસિલી દ્વીપમાં થયો હતો. તે પોતાના 12 ભાઈ-બહેનમાં પાંચમા નંબરનો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ અઘરા માણસને 3 પગ તો હતા જ, પણ સાથે સાથે બે ગુપ્ત અંગો હતા. કહેવાય છે કે આ માણસ સાથે અડધો જૂડવા માણસ જોડાયેલો હતો. તે માણસે આખી જિંદગી આ જ રીતે ગુજારી હતી. એવું પણ નથી કે તેણે વધારાના અંગોને હટાવવાની કોશિસ નહોતી કરી. પરંતુ ડોક્ટરોએ ચોખ્ખુ કહી દીધું હતું કે, જો તે આ અંગો હટાવે તો લકવો મારી જશે અને આજીવન તે અપાહિજ થઈ જશે.

એક વખત તેને એક સર્કસ વાળાએ ઓફર કરી અને ફ્રેન્કે કામ શરૂ કર્યું. પછી તે ખુબ જ ફેમસ થયો. 1907માં આ માણસે થેરેના મુરે નામની લેડી સાથે લગ્ન કર્યા. જેનાથી તેને 4 બાળકો થયા. ત્યારબાદ 1935માં પતિ પત્ની બન્ને અલગ થયા. ત્યારબાદ ફ્રેન્કે હેલેન શુપે નામની લેડી સાથે લગ્ન કર્યા અને મરતાં સુધી તેની સાથે જ રહ્યા. આમ આ શખ્સ 3 પગ, 2 ગુપ્તાંગ અને 2 પત્નીના કારણે વિશ્વમાં ચર્ચાતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન