Three Massive Asteroids to Fly Very Close to Earth
  • Home
  • Featured
  • સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ત્રણ ગણો મોટો એસ્ટેરોઇડ ધરતીની નજીકથી પસાર થશે

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ત્રણ ગણો મોટો એસ્ટેરોઇડ ધરતીની નજીકથી પસાર થશે

 | 8:00 am IST
  • Share

નાસાના જણાવ્યા પ્રમાણે અંદાજે ૪૫૦ ફૂટ લાંબો એક વિશાળકાય એસ્ટેરોઈડ શુક્રવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી પસાર થશે. ૨૦૨૧ RE નામનો આ એસ્ટેરોઈડ ૧૦ સપ્ટેમ્બરે પૃથ્વીથી અંદાજે ૩,૪૦,૦૦,૦૦૦ માઈલ દૂરથી પસાર થવાનો છે. જાણકારોના મતે હાલમાં આ એસ્ટેરોઈડની ઝડપ ખૂબ જ છે. તે અંદાજે ૩૦,૦૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. જાણકારોના મતે જો આ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાય તો ભીષણ નુકસાન અને જાનહાનિ થવાની શક્યતાઓ હતી. હાલમાં પણ દરરોજ ૧૦૦ ટનથી વધારે વજનના નાના-મોટા અંતરિક્ષ ચટ્ટાનો અને અન્ય ગ્રહોના કાટમાળ અને પથ્થરો પૃથ્વી ઉપર પડે છે.

સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ત્રણ ગણો મોટો એસ્ટેરોઇડ

ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ સમાચાર આવ્યા હતા કે, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો એસ્ટેરોઈડ ખૂબ જ ઝડપથી પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. સપ્ટેમ્બરમાં આ એસ્ટેરોઈડ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરવાનો હતો. નાસાએ જણાવ્યું હતું કે, તેનું નામ ૨૦૨૧NY1 રાખવામાં આવ્યું હતું. છેલ્લા ૬૦ દિવસમાં પૃથ્વીની નજીક આવનારા ૧૭ જેટલા અવકાશી પદાર્થોમાં તેનો સમાવેશ થાય છે. જાણકારોના મતે આ એસ્ટેરોઈડની લંબાઈ ૩૦૦ મીટર અને જાડાઈ ૧૩૦ મીટર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો