Three people were injured in the firing incident At Gadhada
  • Home
  • Bhavnagar
  • પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ થતા ત્રણ લોકો પહોંચી ગયા હોસ્પિટલ

પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ થતા ત્રણ લોકો પહોંચી ગયા હોસ્પિટલ

 | 6:51 pm IST

બોટાદનાં ગઢડાના રતનપર ગામે ગઈકાલે મોડી સાંજે ફાયરીંગની ઘટના બની હતી. જેમાં કાઠી દરબાર સમાજના જ અલગ અલગ જૂથ દ્વારા ફાયરીંગ કરાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણના કારણે ફાયરિંગ થયું હોવાનું તેમજ ફાયરિંગમાં ઘાયલ 3 વ્યક્તિઓને સારવાર માટે પ્રથમ ગઢડા હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયેલા ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી ગઇ હતી. ઘટના સ્થળે 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

પ્રેમ સંબંધમાં પરિવાર દ્વારા પ્રેમ સંબંધ મંજુર ના હોય આ ખૂની ખેલ ખેલાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રતનપર ગામની કે જ્યાં ઉદયભાઈ સાદુળભાઈ ગોવાળીયા કે જેઓ રતનપર ગામમાં જ રહે છે અને પ્રદીપભાઇ છેલભાઈ ખાચર ગામ સુદામડા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જેમની બહેન સાથે ઉદયભાઈને પ્રેમ સંબંધ હોય. જે વાતની પરિવારમાં જાણ થતાં પરિવારને આ પ્રેમ સંબંધ માન્ય ના હોય તેમ ગત મોડી રાત્રે પ્રદીપભાઇ છેલભાઈ ખાચર સહિત અન્ય લોકો રતનપર ગામ ખાતે ઘસી આવેલા.

જ્યાં ઉદયભાઈ ગોવાળીયા તેમજ તેમના ભાઈ અને પિતા પર આડેધડ ફાયરીંગ કરાતા પિતા તેમજ બંન્ને પુત્રોને ઇજા થયેલ. જેને લઇ પ્રાથમિક સારવાર માટે પ્રથમ ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચેલ. પોલીસે આ ગૂના અંતર્ગત 9 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન