TMC MP Nushrat Jahan said marriage with Nikhil Jain Not Vaild
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • તો શું નુસરત જહાં સાચી? નિખિલ જૈન સાથેના લગ્ન માન્ય નથી; જાણો શું કહે છે ભારતનો કાયદો

તો શું નુસરત જહાં સાચી? નિખિલ જૈન સાથેના લગ્ન માન્ય નથી; જાણો શું કહે છે ભારતનો કાયદો

 | 1:53 pm IST
  • Share

ફિલ્મ અભિનેત્રી અને બંગાળમાં TMCની સાંસદ નુસરત જહાં પોતાના પતિ નિખિલ જૈનથી અલગ થવાને લઇ ચર્ચામાં છે. નુસરત જહાંએ બુધવારના રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે નિખિલ જૈનની સાથે તેના લગ્ન માન્ય નથી. છેલ્લાં કેટલાંક સમયથી નુસરત અને નિખિલની વચ્ચે અણબનના સમાચાર સામે આવી રહ્યા છે. નિખિલનું કહેવું હતું કે 6 મહિનાથી નુસરત તેની સાથે નથી. નુસરતના લગ્ન 2019માં બંગાળના બિઝનેસમેન નિખિલ જૈન સાથે થયા હતા.

નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું કે નિખિલ અને તેના લગ્ન ‘ઇંટર રિલિજન’ હતા. આથી બંનેને ભારતમાં ‘સ્પેશ્ય મેરેજ એકટ’ની અંદર લગ્ન કરવાના હતા જે થયા નથી. અહીંના કાયદા પ્રમાણે આ એક લગ્ન નથી પરંતુ એક સંબંધ છે એટલે કે એમ કહીએ લિવ-ઇન રિલેશનશિપ છે. એવામાં તલાકનો કોઇ પ્રશ્ન જ ઉઠતો નથી. નુસરતના મતે નિખિલ અને તે ખૂબ જ પહેલેથી અલગ થઇ ચૂકયા છે. આવો આપને જણાવીએ ભારતમાં લગ્ન માટે શું કાયદો છે અને શું તેના મતે નુસરતના લગ્ન માન્ય છે કે નહીં?

તુર્કીમાં શું છે લગ્નના નિયમ?

તુર્કીમાં કોઇને પણ પોતાને ત્યાં લગ્ન કરવાની માન્યતા આપે છે ભલે તે અલગ-અલગ રારષ્ટ્રીયતાવાળા શરણાર્થી હોય, રાજ્યવિહીન વ્યક્તિ હોય કે પછી તુર્કીના નાગરિક હોય. તુર્કીમાં કરાયેલા તમામ લગ્ન તુર્કીમ નાગરિક સંહિતા અને સંબંધિત નિયમોના આધીન આવે છે. તુર્કીમાં લગ્ન માટે તમારી પાસે સંબંધિત સાચા દસ્તાવેજો હોવા જોઇએ. અહીં એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે તુર્કીમાં માત્ર સત્તાવાર (નાગરિક) લગ્નને કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત છે જેમકે તુર્કી નાગરિક સંહિતાની અંતર્ગત પરિભાશિત કરાયું છે. જો કે તુર્કીમાં છૂટાછેડા લેવા શકય છે ભલેને લગ્ન તુર્કીની બહાર થયા હોય.

શું છે ભારતમાં લગ્નનો કાયદો?

ભારત વિભિન્ન સંસ્કૃતિઓ અને ધર્મોવાળા દેશ છે. એવામાં અહીં આંતરધાર્મિક કે આંતરજાતિય લગ્નની સંભાવના પણ બની રહે છે. તો આ લગ્નોને માન્યતા આપવા માટે અલગ-અલગ કાયદા બનાવ્યા છે. આ સિવાય વિભિન્ન ધર્મો માટે વ્યક્તિગત કાયદો પણ છે. જેમાં હિન્દુ રિવાજ મેરેજ એકટ 1955, મુસ્લિમ પર્સનલ લો 1937, ભારતીય ઇસાઇ મેરેજ એકટ, પારસી મેરેજ ડાઇવોર્સ એકટ 1936 અને સ્પેશ્યલ મેરેજ એકટ 1954 મુખ્ય છે.

શું હોય છે સ્પેશયલ મેરેજ એકટ?

સ્પેશયલ મેરેજ એકટને આંતરજાતિય અને આંતરધાર્મિક લગ્નને માન્યતા આપવા માટે હતો. આ રજીસ્ટર્ડના માધ્યમથી લગ્નને માન્યતા મળે છે. તેની ખાસિયત એ છે કે તેમાં બંને પક્ષ ધર્મ અને જાતિનો પરિત્યાગ કર્યા વગર જ વૈવાહિક જીવન વીતાવી શકે છે. આ એકટ તમામ ધર્મો અને જાતિઓ પર લાગૂ થાય છે. આ કાયદાની અંતર્ગત ઉત્તરાધિકારનો મામલો ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની અંતર્ગત નક્કી કરાય છે. જો વૈવાહિક દંપત્તિ હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ હોય છે તો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની અંતર્ગત જ નક્કી કરાશે. તેમાં છૂટાછેડા માટે લગ્નના એક વર્ષ બાદ જ અરજી કરી શકાય છે.

જો લગ્ન વિદેશમાં થયા છે તો?

વિદેશમાં થયેલા કોઇપણ લગ્નને ભારતમાં રજીસ્ટર કરાવા ફરજીયાત છે ત્યારબાદ જ તે લગ્નને ભારતમાં કાયદાકીય માન્યતા મળશે. નુસરત જહાં અને નિખિલ જૈને પોતાના લગ્નને ભારતમાં રજીસ્ટર કરાવ્યા નથી. હવે જ્યારે નુસરત જહાં કહી રહી છે કે તેના અને નિખિલ જૈનના સંબંધને એક લિવ ઇન રિલેશપશિપ જેવા જ સમજવામાં આવે તો આવા કેસમાં બંનેની પાસે એ બધા જ અધિકાર હશે જે એક લિવ-ઇન કપલની પાસે હોય છે.

જો ભારતમાં છૂટાછેડા લેવા માંગે તો?

આ પ્રકારના કોઇપણ લગ્નમાં છૂટાછેડા માટે પહેલાં લગ્નને ભારતના સ્પેશ્યલ મેરેજ એકટની અંતર્ગત રજીસ્ટર કરાવા પડશે. ત્યારબાદ છૂટાછેડાની આખી પ્રક્રિયાને અનુસરવી પડશે. તો છૂટાછેડા વગર જ અલગ થવા માટે તેમણે પહેલાં એક લૉ સૂટ ફાઇલ કરવી પડશે અને પછી લગ્નને નલ એન્ડ વોઇડ (null and void) જાહેર કરવાની માંગણી કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન