TMC MP Nusrat Jahan husband Nikhil Jain breaks silence
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિખિલે જૈને નુસરતનો કાચ્ચો ચિઠ્ઠો ખોલ્યો, એક-એક રાઝ પરથી ઉઠાવ્યો પડદો, ઘરની લોનનો કર્યો ભાંડાફોડ

નિખિલે જૈને નુસરતનો કાચ્ચો ચિઠ્ઠો ખોલ્યો, એક-એક રાઝ પરથી ઉઠાવ્યો પડદો, ઘરની લોનનો કર્યો ભાંડાફોડ

 | 8:17 am IST
  • Share

બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાંએ પોતાના પતિ નિખિલ જૈન સાથે સંબંધો વણસતા બુધવારે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારબાદ આજે તેના પતિએ જવાબ આપ્યો છે. તેના પતિનું કહેવું છે કે તેના અને નુસરતની વચ્ચે પતિ-પત્ની જેવા સંબંધ હતા. બંને મેરિડ કપલની જેમ પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. સાથો સાથ તેને ફાઇનાન્સિયલ ફ્રોડના આરોપોનું ખંડન કર્યું છે. આ સિવાય તેણે નુસરત પર દગો કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

નિખિલે કહ્યું કે પ્રેમના લીધે મેં નુસરતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અમે 2019ના જૂન મહિનામાં તુર્કી જઇ લગ્ન કર્યા હતા. ત્યારબાદ પાછા આવી કોલકત્તામાં રિસેપ્શન આપ્યું હતું. અમે સાથે પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. સમાજમાં લોકો અમને મેરિડ કપલની જેમ જ ઓળખતા હતા. મેં એક વિશ્વાસપાત્ર પતિની જેમ મારો સમય, પૈસા અને વસ્તુ નુસરતને સોંપી દીધું હતું. મિત્ર, પરિવારના લોકો જાણે છે કે મેં નુસરત માટે શું કર્યું છે. મેં કોઇપણ શરત વગર હંમેશા સહયોગ કર્યો, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેનું લગ્નને લઇ વલણ બિલકુલ બદલાઇ ગયું.

ફિલ્મના શુટિંગ બાદ આવ્યું અંતર

નિખિલ આગળ કહે છે ઑગસ્ટ 2020માં મારી પત્ની નુસરતે એક ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું, ત્યારબાદ તેનું વર્તન બદલાવાનું શરૂ થઇ ગયું. તેનું કારણ શું હતું એ તો નુસરતને મારા કરતાં વધારે સારી રીતે ખબર હશે. પતિ-પત્નીની જેમ રહેતા મેં કેટલીય વખત નુસરતને કહ્યું કે લગ્નને રજીસ્ટર કરાવી લઇએ પરંતુ તે હંમેશા મારી વાત નજરઅંદાજ કરતી રહી.

આ દિવસે ઘરેથી નીકળી ગઇ હતી નુસરત

5 નવેમ્બર 2020ના રોજ નુસરત ઘરેથી પોતાની જરૂરી વસ્તુ, બિન જરૂરી વસ્તુની સાથે જતી રહી. તે બીજા ફલેટમાં જઇ રહેવા લાગી. ત્યારબાદથી અમે કયારેય પતિ-પત્ની તરીકે રહ્યા નથી. નિવેદનમાં નિખિલે લખ્યું કે મીડિયા રિપોર્ટસમાં અલગ-અલગ પ્રકારના આઉટિંગ અંગે જાણીને ખૂબ જ તૂટી ચૂકયો હતો અને એવું મહેસૂસ કરી રહ્યો હતો કે જાણે મારી સાથે દગો થયો છે. આ બધાની વચ્ચે 8 માર્ચ 2021ના રોજ મેં નુસરતની વિરૂદ્ધ અલીપોર કોર્ટમાં એક સિવિલ સૂટ ફાઇલ કરાવ્યું તેમાં કહ્યું હતું કે અમારા લગ્નને રદ્દ કરવામાં આવે. આ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેના લીધે હું કોઇ પણ નિવેદન આપવાથી પોતાને રોકી રહ્યો હતો. મારી પર્સનલ લાઇફ અંગે અને આ કેસ પર સંપૂર્ણપણે ખુલાસો કરવામાં અસમર્થ છું પરંતુ તેના નિવેદનોના લીધે મારે આ પગલું ભરવું પડ્યું.

લગ્ન બાદ નુસરત હોમ લોનના મોટા વ્યાજના બોજામાં દબાયેલી હતી અને તેને આમાંથી મુકત કરવા માટે મેં મારા પરિવારના એકાઉન્ટમાંથી તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. એ સમજીને કે તે ઝડપથી આ પૈસાના હપ્તેથી કે જ્યારે પણ તેની પાસે આવશે ત્યારે પાછા આપી દેશે. કોઇપણ પૈસા જે તેના દ્વારા મારા ખાતામાંથી મારા પરિવારના ખાતામાં ટ્રાન્સફર થયા છે તે એ વ્યાજના બદલામાં હતા જે મેં એક માનવતાના નાતે આપ્યા હતા અને હજુ પણ ઘણા હપ્તા ચૂકવવાના બાકી છે. તેના દ્વારા લગાવામાં આવેલા તમામ આરોપ અપમાનજનકની સાથો સાથ અસત્ય છે. કોઇએ પણ આ વાતના પુરાવા બનાવાની કે શોધવાની જરૂર નથી. એક પુરાવો હંમેશા મારી સાથે રહેશે અને તે છે મારા બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, જે પુરાવા માટે પૂરતા છે. મારા પરિવારે ખુલ્લા હાથોથી આપ્યું અને તેમણે પોતાની દીકરીને માનીને આપ્યું. એ જાણતા નહોતા કે તેમને આ દિવસ જોવો પડશે.

નિખિલે અંતમાં લખ્યું કે આ સિચ્યુએશનમાં હું મીડિયાને અનુરોધ કરીશ કે તેઓ કોઇપણ પ્રકારની ટિપ્પણીઓ ના કરે, જેનાથી મારી પર્સનલ લાઇફમાં મુશ્કેલીઓ ઉભી થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન