TMC MP Nusrat Jahan removes wedding pics on Instagram
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • નુસરત જહાંએ લગ્નની તસવીરો કરી દીધી Deletes, લખ્યું- હું એ સ્ત્રીને યાદ કરવા નથી માંગતી જે…

નુસરત જહાંએ લગ્નની તસવીરો કરી દીધી Deletes, લખ્યું- હું એ સ્ત્રીને યાદ કરવા નથી માંગતી જે…

 | 9:51 am IST
  • Share

અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં હાલ પોતાના લગ્ન અને પતિ નિખિલ જૈનથી અલગ થવાને લઇ ખૂબ ચર્ચામાં છે. નુસરતે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે 2019ની સાલમાં બિઝનેસમેન નિખિલ જૈનની સાથે તુર્કીમાં થયેલા તેના લગ્ન માન્ય નથી. હવે નુસરતે નિખિલની સાથે તુર્કીમાં થયેલા લગ્નના તમામ ફોટોઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધા છે.

નુસરત જહાંના લગ્ન 2019ની સાલમાં સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક હતા. નુસરત અને નિખિલે તુર્કીમાં લગ્ન કર્યા હતા અને હનિમૂન માટે ગ્રીસ ગયા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઇ હતી. હવે નુસરતે નિખિલ જૈનની સાથે તુર્કીમાં થયેલા લગ્નની તમામ તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલિટ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

તો આ બધાની વચ્ચે નુસરતે પોતાની એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે હું એ સ્ત્રીને યાદ કરવા નથી માંગતી. જે પોતાનું મોં બંધ રાખતી હતી. હું આમા જ ખુશ છું.

નુસરતે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે નિખિલ અને તેના લગ્ન ‘ઇંટર રિલીઝન’ હતા. આથી બંનેએ ભારતમાં ‘સ્પેશ્યલ મેરેજ એકટ’ની અંદર લગ્ન કરવાના હતા, જે થયા નથી. અહીંના કાયદા પ્રમાણે આ એક લગ્ન નથી, પરંતુ એક સંબંધ છે એમ કહીએ કે લિવ-ઇન રિલેશનશિપ છે. એવામાં છૂટાછેડાનો કોઇ પ્રશ્ન જ નથી. અમે બહુ પહેલાં જ અલગ થઇ ચૂકયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન