Today 89th founding day of the Indian Air Force M'Lady Air Marshal
  • Home
  • Featured
  • ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસે તેના પરાક્રમની ઝળહળતી તસવીરો

ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસે તેના પરાક્રમની ઝળહળતી તસવીરો

 | 2:04 pm IST
  • Share

8 ઓક્ટોબરને એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે 1932માં ભારતની વાયુસેનાને સત્તાવાર રીતે બ્રિટિશ રોયલ એરફોર્સના સહાયક બળતરીકે ઉભી કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન એપ્રિલ 1933માં અસ્તિત્વમાં આવ્યું.

1933માં 6 RAF-પ્રશિક્ષિત અધિકારીઓ અને 19 હવાઈ સિપાહીઓ (air soldiers)માંથી,1933, IAF રેન્કને 1,70,000 કર્મચારીઓ અને 1,500 વિમાનોની તાકાત સાથે વિશ્વની ચોથી સૌથી મોટી ઓપરેશનલ એરફોર્સ તરીકે સ્થાન મળ્યું છે. માત્ર યુએસએ, ચીન અને રશિયા ભારતથી આગળ છે.

M’Lady Air Marshal
એર માર્શલ પદ્માવતી બંદોપાધ્યાય IAFના એર માર્શલ બનનાર પ્રથમ ભારતીય મહિલા અને થ્રી-સ્ટાર રેન્ક સુધી પહોંચનાર બીજા મિલિટરી સર્વિસ વુમન હતા. તેમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે Lady in Blue: The Memoirs of India’s ફર્સ્ટ લેડી એર માર્શલ.

નિર્મલ જીતસિંહને ભારત ક્યારેય નહી ભૂલે

ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોન એકમાત્ર IAF અધિકારી છે જેમણે સર્વોચ્ચ લશ્કરી બહાદુરી પુરસ્કાર મળ્યો છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શ્રીનગર એર બેઝનો બચાવ કરતી વખતે તેમણે જે બહાદુરી દર્શાવી હતી તેના માટે તેમને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ 28 વર્ષની ઉંમરે શહીદ થયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો