Today Former Deputy Chief Minister Nitin Patel's statement in Kadi
  • Home
  • Featured
  • ‘હું હિમાલય ચડીને આવ્યો હોઉ તેવું સન્માન મળ્યુ, મને જૂના દિવસો યાદ આવી ગયા’: નીતિન પટેલ

‘હું હિમાલય ચડીને આવ્યો હોઉ તેવું સન્માન મળ્યુ, મને જૂના દિવસો યાદ આવી ગયા’: નીતિન પટેલ

 | 2:42 pm IST
  • Share

પૂર્વ DyCM નીતિન પટેલ આજે કડી પહોંચ્યા છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં નીતિન પટેલે સર્વ રોગ નિદાન કેમ્પનું ઉદ્ધાટન કર્યું છે. આજે નીતિન પટેલનું કડીમાં ભવ્ય સ્વાગત કરાયું છે, જ્યાં કમળ સર્કલથી ભાગ્યોદય હોસ્પિટલ સુધી એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે નિ:શુલ્ક સર્વરોગ મહાનિદાન કેમ્પમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે પણ નીતિન પટેલે મહેસાણાની જેમ એક નિવેદન આપીને તમામના ચોંકાવ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે હું હોદ્દા પર હોવ કે ન હોવ કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ, કોઈ પ્રચાર નથી કર્યો છતાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કડીમાં એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપ અધિકારીઓથી ચાલતી સરકાર નથી. કોરોના કાળમાં પણ લોકોની એટલ જ ચિંતા કરી છે. હું હિમાલય ચ઼ડીને આવ્યો હોઉ તેવું સન્માન મને મળ્યું છે. મને આજે જૂના દિવસો યાદ આવી ગયા.

મહેસાણામાં ગઈકાલે નીતિન પટેલે પક્ષપલટુ પેરાશૂટો પર નિશાન સાધ્યું હતું

પૂર્વ નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે રવિવારે જણાવ્યું હતું કે, પક્ષમાં મોટો ભોગ આપીને કામ કરતા કાર્યકરોને પક્ષના સુવર્ણકાળમાં વધુ મહત્ત્વ આપવું જોઈએ, બીજા પક્ષમાંથી લોકો ભલે આવે પરંતુ પક્ષ માટે જેમણે કામ કર્યું હોય તેવા લોકોને બાકાત કરીને નવા આવનારા તકસાધુ લોકોને સ્થાન મળે તે કાર્યકરો માટે દુઃખદાયક હોય છે, સહકારી સંસ્થાઓ, બોર્ડ નિગમોમાં કાર્યકરોને સ્થાન મળવું જોઈએ, તેમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સાધારણ સભા બાદ પત્રકારોને જણાવ્યું હતું.

મહેસાણામાં કાર્યકરોને સંબોધતાં તેમણે રામાયણનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રામાયણ જેવા સતયુગ વખતે પણ મંથરા હતી, દરેક જગ્યાએ આવી મંથરાઓ હોય છે પણ આપણે આવી મંથરાઓને નજરઅંદાજ કરી વિભીષણ જેવા પાત્રો ઊભા કરવા પડશે. કાર્યકરોને આશ્વાસન આપતાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં તમારી જેમ 99.99 ટકા લોકો દુઃખી થયા છે પણ 0.1 ટકા લોકો એવા પણ છે કે, આ ઘટનાક્રમથી ખુશ થયા હશે.

આવા મંથરા જેવા લોકોના કારણે ભગવાન રામને પણ વનવાસ જવું પડયું હતું. એક પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું આવા 0.1 ટકા મંથરા જેવા લોકોનું નામ દઈ તેમને મોટા કરવા નથી માગતો, 99.99 ટકા લોકો મારી સાથે છે તેમને મોટા કરવાનું કામ કરીશ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો