Today is the first solar eclipse of the year and a unique coincidence of Saturn's jubilee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને શનિ જયંતીનો અનોખો સંયોગ, આ વલયાકાર ગ્રહણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અશુભ

આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને શનિ જયંતીનો અનોખો સંયોગ, આ વલયાકાર ગ્રહણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અશુભ

 | 7:01 am IST
  • Share

સૂર્યગ્રહણની ઘટના જ્યોતિષ શાસ્ત્ર મત મુજબ અશુભ ગણાય છે… આ વલયાકાર સૂર્યગ્રહણ બપોરે લગભગ ૧ઃ૪૨ શરૂ થઈને સાંજે ૬:૪૧ સમયે પૂર્ણ થશે ભારતમાં જોવા મળશે નહિ…

સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્ર્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફ્ળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. આવતીકાલે ૧૦ જુન ૨૦૨૧ ને ગુરૂવારના દિવસે આ સુર્ય ગ્રહણ વર્ષ નું પ્રથમ સુર્ય ગ્રહણ થશે તેમ જ્યોતિષાચાર્ય કેયુરભાઈ ભટ્ટે જણાવ્યું છે.

આજે વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ દેખાશે. દેશમાં આ સૂર્યગ્રહણ અરૂણાચલપ્રદેશ અને લદ્દાખમાં દેખાશે. જાણવા મળી રહ્યું છે કે સૂર્યાસ્ત અગાઉ કેટલીક મિનિટ સુધી તે આ બન્ને જગ્યાએ દેખાશે. આજે સૂર્યગ્રહણ બપોરે 1:40થી સાંજના 6:41 સુધી રહેશે.

આ સુર્ય ગ્રહણ આમ તો ભારતમાં જોવા મળશે નહિ પરંતુ ઉત્તર – પૂર્વ , અમેરીકા, યુરોપ, ઉતરી એશિયા, અને ઉતરી એટ્લાન્ટિક મહા સાગર માં આ ગ્રહણ જોવા મળશે. એટલે આ જગ્યા એ આ ગ્રહણ ની અસરો જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે વલયાકાર સુર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ બપોરે લગભગ ૧ઃ૪૨ શરું થઈ ને સાંજે ૬ ઃ ૪૧ સમયે પૂર્ણ થશે. પાંચ કલાકનાં આ ગ્રહણમાં ૩ મિનિટ ૪૮ સેકન્ડ સુધી વલયાકાર સ્થિતિ બનશે.   વલયાકાર ગ્રહણમાં ચંદ્ર જયારે પૃથ્વીથી દુર હોય પણ પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે આવી જાય ત્યારે તે સુર્ય ને એવી રીતે ઢાંકે છે. જેનાથી સુર્યનો ફ્ક્ત મધ્ય ભાગ જ ઢંકાઈ છે જેના કારણે પૃથ્વી પરથી સુર્ય વલય અથવા કંકણ જેમ ચમકતો દેખાય છે જેને કંકણાકૃતિ ગ્રહણ પણ કેહવાય છે.

જુનમાં પાંચ ગ્રહો કરશે રાશિ પરિવર્તન

૨ જુને મંગળ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં ભ્રમણ કરશે. મંગળના કર્ક રાશિના પ્રવેશનો પ્રભાવ તમામ બાર રાશિનાં જાતકો પર જોવા મળશે. મેષ વૃષભ કન્યા તુલા કુંભ મીન રાશિને શુભ પ્રભાવ જોવા મળે છે. જ્યારે મિથુન સિંહ વૃશ્ચિક ધન મકર રાશિના જાતકોને મધ્યમ ફ્ળ જોવા મળશે. મંગળના અશુભ પ્રભાવથી રાહત મેળવવા * રીમ સ્કંધાય નમઃ*,રીમ ભોમાય નમઃ*અથવા મંગલ સ્તોત્રનો પાઠ લાભ કારી રહે છે.

૩ જુને ગ્રહોનાં યુવરાજ બુધ વક્રી અવસ્થામાં મિથુન રાશિ છોડીને વૃષભમાં આવ્યાં. ૧૫ મી જુને ગ્રહોનાં રાજા સુર્ય તેની શત્રુ રાશિ વૃષભ છોડીને એક મહિના માટે મિથુનમાં ગોચર કરશે. વૈદિક જ્યોતિષ મુજબ દર મહિને સુર્ય રાશિ બદલે છે. મિથુન રાશિમાં સુર્ય આવવાથી મેષ, કન્યા, સિંહ, અને કુંભ રાશિના જાતકો માટે સારા સમાચાર પ્રાપ્ત થશે.

દેવગુરુ બૃહસ્પતિ જે બધા ગ્રહોમાં શુભ પરીણામ આપે છે તે શનિની રાશિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે. જેમાં મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકોને ફયદો થશે. શુક ગ્રહ જે સુખ વૈભવ આપે છે તે ૨૨ જુને મિથુન રાશિમાં પરિભ્રમણ પૂર્ણ કરી કર્ક રાશિમાં ગોચર કરશે. ૧૭ જુલાઈ ૨૦૨૧ સુધી કર્ક રાશિમાં રહેશે, જેમાં કન્યા, ધન, અને મકર રાશિના જાતકો ઉપર શુક્ર લાભ કારક રહેશે.

આજે વૈશાખી અમાસ એટલે શનિ જયંતી

વૈશાખી અમાસ એટલે શનિ અમાસ શનિ જયંતી જ્યોતિષશાસ્ત્ર્રમાં શનિ મહારાજને દંડનાયકની ઉપમા આપવામાં આવી છે. જે સારાં-ખોટાં કર્મોના ફ્ળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાંથી રાહત મળે તે માટે હનુમાન ચાલીસાનું પઠન ઉત્તમ છે. આ સમયે સરસવના તેલનો દીવો કરીને ઘરના બધા જ સભ્યોએ સાથે મળી હનુમાન ચાલીસાનું પઠન કરવુ એ અતિ ઉત્તમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન