Today there are only 30 cases of corona virus in Gujarat, now there are 285 active cases in the state
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં આજે કોરોના વાયરસના માત્ર 30 કેસ, રાજ્યમાં હવે 285 એક્ટિવ કેસ

ગુજરાતમાં આજે કોરોના વાયરસના માત્ર 30 કેસ, રાજ્યમાં હવે 285 એક્ટિવ કેસ

 | 7:37 pm IST
  • Share

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,413 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 285 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. સુરત કોર્પોરેશન 8, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 3, વડોદરા કોર્પોરેશન 3, મહેસાણા 2, પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, વડોદરા 1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 285 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.74% એ આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન