Tokyo Games opened with a victory for host Japan, defeating Australia 8-1
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યજમાન જાપાનના વિજય સાથે ટોક્યો ગેમ્સનો પ્રારંભ, ઓસ્ટ્રેલિયાને 8-1થી પરાજય આપ્યો

યજમાન જાપાનના વિજય સાથે ટોક્યો ગેમ્સનો પ્રારંભ, ઓસ્ટ્રેલિયાને 8-1થી પરાજય આપ્યો

 | 8:30 am IST
  • Share

કોરોના વાઇરસની મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગિત થયા બાદ ગેમ્સને સતત રદ કરવાના ચોમેરથી થયેલા દબાણની વચ્ચે આખરે જાપાનની રાજધાની ટોક્યો ખાતે ઓલિમ્પિકનો મહિલા સોફ્ટબોલ, બેઝબોલ અને ફૂટબોલની ઇવેન્ટ સાથે પ્રારંભ થઇ ગયો હતો.

જોકે ઓલિમ્પિકની સત્તાવાર શરૃઆત ૨૩મી જુલાઇથી થવાની છે, પરંતુ પ્રત્યેક ઓલિમ્પિકમાં કેટલીક રમતોનો પ્રારંભ ઉદ્ઘાટન સમારંભ પહેલાં જ કરી દેવામાં આવે છે. ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિક બાદ પ્રથમ વખત સોફ્ટબોલને સામેલ કરવામાં આવી છે. ૨૦૦૮માં જાપાને જ આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોરોના વાઇરસનાં સંક્રમણનાં જોખમને ધ્યાનમાં રાખીને ખાલી સ્ટેડિયમ વચ્ચે રમાયેલા ઓપનિંગ મુકાબલામાં જાપાને ઓસ્ટ્રેલિયાને ૮-૧થી પરાજય આપ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આયોજન સ્થળ ટોક્યોથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર ફૂકુશિમા શહેરમાં આ ઔઇવેન્ટ્સ યોજાઇ હતી.

ફૂકુશિમા ૧૦ વર્ષ પહેલાં આવેલી સુનામીમાં તબાહ થઇ ગયું હતું અને હવે મહામારીથી પ્રભાવિત ઓલિમ્પિકની શરૃઆત આ શહેરથી થઇ હતી જેણે પુનરાગમનનો સંદેશ પણ આપ્યો હતો. કોરોનાના કારણે ટોક્યોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે અને ગેમ્સ પૂરી થાય ત્યાં સુધી તે અમલમાં રહેશે. બુધવારના અન્ય મુકાબલામાં અમેરિકાએ ઇટાલીને ૨-૦થી તથા કેનેડાએ મેક્સિકોને ૪-૦થી પરાજય આપીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન