Tokyo Olympics: Corona infection detected in Chile-Netherlands Competitors
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચિલી અને નેધરલેન્ડ્સના ખેલાડી પણ કોરોનાની લપેટમાં, આયોજકોની ચિંતા વધી

ચિલી અને નેધરલેન્ડ્સના ખેલાડી પણ કોરોનાની લપેટમાં, આયોજકોની ચિંતા વધી

 | 8:00 am IST
  • Share

ઓલિમ્પિકને હવે ગણતરીના કલાકો બાકી છે પરંતુ કોરોનાના મામલા સતત સપાટી ઉપર આવી રહ્યા છે જેના કારણે આયોજકો અને ખેલાડીઓની ચિંતામાં વધારો થયો છે. ચિલીના ટેક્વોન-ડો ખેલાડી ફર્નાન્ડા એગ્વાયર અને નેધરલેન્ડ્સની સ્કેટબોર્ડ ખેલાડી કેન્ડી જેકબ્સ કોવિડ-૧૯ પોઝિટિવ આવતા ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયા છે. ફર્નાન્ડો એરપોર્ટ ઉપરના ટેસ્ટમાં પોઝિટિવ આવી હતી અને કેન્ડીના ટેસ્ટનો ખુલાસો ગેમ્સ વિલેજમાં થયો હતો. ગેમ્સ વિલેજમાં સંક્રમિત થયેલા ખેલાડીઓની સંખ્યા હવે આઠ સુધી પહોંચી ગઇ છે.

કેન્ડીએ સોશિયલ મીડિયામાં જાણકારી હતી કે મારું ઓલિમ્પિક અભિયાન પૂરું થઇ ગયું છે. કમનસીબે હું કોરોના પોઝિટિવ આવી છું અને મારું દિલ તૂટી ગયું છે. ઓલિમ્પિકમાં મારી સફરનો અંત આવી ગયો છે. પરિસ્થિતિથી બચવા માટે સંભવિત તમામ પગલાં ભર્યા હતાં અને સાવચેતી પણ રાખી હતી.

ફર્નાન્ડા ઉઝબેકિસ્તાનથી કોવિડ નેગેટિવ રિપોર્ટ સાથે ટોક્યો આવી હતી, પરંતુ એરપોર્ટ ઉપર થયેલા એન્ટિજેન તથા પીસીઆર ટેસ્ટમાં તે પોઝિટિવ હોવાનું માલૂમ પડયું હતું અને તેને નિર્ધારિત સમય માટે ક્વોન્ટાઇન કરી દેવામાં આવી હતી. જાપાનના હેલ્થ અધિકારીઓએ ઓછામાં ઓછા ૧૦ દિવસનો ક્વોરન્ટાઇન સમય લાગુ કર્યો હોવાના કારણે પોઝિટિવ આવેલા ખેલાડીઓ પોતપોતાની ઇવેન્ટમાં ભાગ લઇ ઔશકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન