Tokyo Olympics: Leaders from 15 countries will attend opening ceremony
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટોક્યો ઓલિમ્પિક્સ : ઓપનિંગ સેરેમનીમાં 15 દેશના નેતાઓ હાજર રહેશે 

ટોક્યો ઓલિમ્પિક્સ : ઓપનિંગ સેરેમનીમાં 15 દેશના નેતાઓ હાજર રહેશે 

 | 8:20 am IST
  • Share

ટોક્યો । કોરોનાની મહામારીથી પ્રભાવિત ટોક્યો ગેમ્સના શુક્રવારે થનારા ઉદ્ઘાટન સમારંભમાં લગભગ ૧૫ દેશના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત તમામ દેશ તરફથી માત્ર છ અધિકારીઓને સેરેમનીનો હિસ્સો બનવાની તક મળશે.

ગેમ્સના આયોજકોના અનુસાર ઉદ્ઘાટન વખતે વ્યક્તિગત રીતે સ્ટેડિયમમાં હાજર રહેનાર લોકોની સંખ્યા એક હજારની આસપાસ હોઇ શકે છે. જાપાનીઝ સરકારના મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનોબુ કેટોએ જણાવ્યું હતું કે કેબિનેટ સ્તરના લગભગ ૭૦ અધિકારીઓ પણ ઓપનિંગમાં આવે તેવી સંભાવના છે.

ઉદ્ઘાટન વખતે કેટલા વીવીઆઇપી મહેમાનો હાજર રહેશે તે અંગે હજુ પણ અનિિૃતતા છવાયેલી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેંક્રો, મંગોલિયાના લુવસાનામસરાઇ ઓયુન એર્ડેન તથા અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડેન સહિત વિશ્વના કેટલાક નેતાઓ હાજરી આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન