Tokyo Olympics: PV Sindhu enters quarter-finals with straight-game win
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટોક્યો ઓલિમ્પિક: પીવી સિંધુ જોરદાર ફોર્મમાં, ડેનમાર્કની મિયાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

ટોક્યો ઓલિમ્પિક: પીવી સિંધુ જોરદાર ફોર્મમાં, ડેનમાર્કની મિયાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

 | 7:55 am IST
  • Share

ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમપિકમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુરૂવારના રોજ રાઉન્ડ-19 મુકાબલામાં તેણે ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13થી હરવી દીધી. બેડમિન્ટનમાં એક માત્ બચેલી આશ સિંધુએ અંદાજે 41 મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કરી લીધો. હવે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો અકાને યામાગુચી (જાપાન) અને કિમ ગા ઉન (દક્ષિણ કોરિયા)ની વચ્ચે થનાર મુકાબલાના વિજેતા સાથે થશે.

પહેલી ગેમની શરૂઆતમાં સિંધુએ શ્રેષ્ઠ પ્રદર્શન દેખાડતા અંતરાલના સમય 11-6ની બઢત લઇ લીધી. ત્યારબાદ ડેનિશ ખેલાડીએ વાપસી કરતાં સિંધુની બઢતને ઓછી કરી દીધી. આ દરમ્યાન મિયાએ સિંધુના લેફ્ટ સાઇડ પર એટેક કરતાં થોડાંક સારા પોઇન્ટસ લીધા. સિંધુએ સતત પાંચ અંક મેળવીને પહેલી ગેમ 22 મિનિટમાં જીતી લીધી.

બીજી ગેમમાં પણ સિંધુએ શાનદાર શરૂઆત કરીને 5-0ની બઢત લઇ લીઝી. આ બઢતને યથાવત રાખતા સિંધુ ગેમ અંતરાલના સમયે 11-6થી આગળ થઇ ગઇ. પછી સિંધુએ થોડાંક શ્રેષ્ઠ સ્મેશ લગાવતા સ્કોર 20-11 કરી દીધો. જો કે મિયાએ ત્યારબાદ બે પોઇન્ટ પ્રાપ્ત કર્યા પરંતુ તે મેચમાં વાપસી કરવા માટે નિષ્ફળ હતી. અંતમાં સિંધુએ 19 મિનિટમાં બીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી લીધી.

આ જીતની સાથે જ વર્લ્ડ નંબર-7 સિંધુએ મિયાં બ્લિચફેલ્ટની સામે પોતાનો રેકોર્ડ 5-1 કરી લીધો છે. આની પહેલાં સિંધુને ડેનમાર્કની આ ખેલાડીની સામે ચાર મુકાબલામાં જીત નસીબ થઇ હતી. તો દુનિયાની 12મા નંબરની ખેલાડી મિયાં બ્લિચફેલ્ટને સિંધુની સામે એક જ જીત આ વર્ષે થાઇલેન્ડ ઓપનમાં મળી હતી.

સિંધુથી ટોક્યો ઓલિમ્પિકમાં પણ પદકની આશા છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ ગ્રૂપ-જેમાં ટોચ પર રહીને નોકઆઉટ માટે ક્વોલિફાય કર્યું હતું. રવિવારના રોજ પોતાના પહેલાં મુકાબલામાં સિંધુએ ઇઝરાયલની સોનિયા પોલિકારપોવાને આસાનથી 21-7. 21-10થી હરાવી હતી. ત્યારબાદ બુધવારના રોજ પોતાની છેલ્લી ગ્રૂપ મેચમાં તેણે હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને 21-9, 21-16થી માત આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન