Toll tax will not be levied passenger vehicles on Vasad-Bagodra highway
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ડેપ્યુટી CM નીતિન પટેલની જાહેરાતથી લાખો વાહનચાલકોને ફાયદો, અહીં ટોલ ટેક્સ વસૂલાશે નહીં

ડેપ્યુટી CM નીતિન પટેલની જાહેરાતથી લાખો વાહનચાલકોને ફાયદો, અહીં ટોલ ટેક્સ વસૂલાશે નહીં

 | 8:13 am IST
  • Share

વાસદ- બગોદરા હાઈવે પર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહી લેવાય

વાસદ- તારાપુર- બગોદરા હાઈવે ઉપર ટુ અને ફોર વ્હિલર પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહી. આ હાઈવેના રૂબરૂ નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા લાખો વાહન ચાલકો, સ્થાનિક નાગરીકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મધ્ય ગુજરાતના આ હાઈવે ઉપર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસૂલાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા સિક્સ લેઇન રસ્તાના તારાપુરથી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યુ કે, 48 કિલોમીટરના આ પેકેજનું 95 ટકા કામ થયુ છે. એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ રસ્તાના લોકાપર્ણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.

101 કિ.મી.ના 6 લેઈન હાઈવેમાં ૨૧ કિ.મી.ના ફ્લાય ઓવર ધરાવતો દેશનો પહેલો રસ્તો

બગોદરાથી વટામણના 53ના બીજા પેકેજ સહિત વાસદ- બગોદરા હાઈવે 101 કિ.મી.નો તૈયાર થશે. આ આખાય રસ્તા ઉપર અંદાજે 21 કિલોમીટરના ફ્લાઈ ઓવર બાંધવામા આવ્યા છે. એક રીતે દેશમાં આ સર્વપ્રથમ હાઈવે છે કે જ્યાં ક્રોસરોડને અવરોધ્યા વગર સડસડાટ ટ્રાફિક ચાલે તેના માટે 20 ટકા ફ્લાઈ ઓવર છે. એટલુ જ નહી, દરેક જંકશને, ઓવરબ્રિજ મળીને લગભગ અડધા રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ- મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના આ હાઈવે ઉપર બાપ્સ, જૈન સંપ્રદાયના અનેક તીર્થો આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન