Top Headline Till 3 PM at 3rd August 2020
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: સુશાંત કેસના બિહાર વિધાનસભામાં પડઘા, અ’વાદના CP તરીકે શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો

[email protected]: સુશાંત કેસના બિહાર વિધાનસભામાં પડઘા, અ’વાદના CP તરીકે શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો

 | 2:57 pm IST

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને ગૃહ વિભાગના અગ્રસચિવ સંગીતાસિંઘ દિલ્હી ગયા ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ ફાઈનલ કરાવી આવ્યા હતા તેમ છતાં શનિવારે રાતે સાડા નવને બદલે મોડી રાતે વિધિવત્ બદલીની જાહેરાત કરવી પડી હતી. ત્યારબાદ આજે નિમણૂંક અપાયેલા અધિકારીઓએ પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. બીજીબાજુ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજીબાજુ સુશાંત સિંહ કેસમાં નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: અમદાવાદ CP તરીકે સંજય શ્રીવાસ્તવ અને સુરતમાં 22માં કમિશનર તરીકે અજય તોમરે ચાર્જ સંભાળ્યો

અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે ચાર્જ સંભાળી લીધો હોવાનો અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય સુરત CP તરીકે અજય તોમરે પણ ચાર્જ સંભાળી લીધો છે.

ભાઠેના ખાતે ખાડી કિનારે સ્થાનિક યુવકોએ બિયરની છોળો ઉડાડી મિત્રની બર્થ ડે સેલિબ્રેટ કરી હતી. યુવકોએ જાહેરમાં કરેલા આ તમાશાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો કોઇકે પોલીસ સુધી પહોંચાડી દીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: રામ મંદિર ભૂમિ પૂજન: ઇકબાલ અંસારીને મળ્યું કાર્ડ, RSSના મોહન ભાગવત વિશિષ્ટ અતિથિ

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ચૂકી છે. આ કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ અપાઇ ચૂકયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારીને પણ ભૂમિ પૂજનનું આમંત્રણ મોકલ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: સુશાંત: બિહાર વિધાનસભામાં પડઘા પડ્યા, તેજસ્વીએ CBI તપાસની કરી માંગણી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં બિહાર પોલીસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે રાજ્યમાં રાજકીય પારો ચઢવા લાગ્યો છે. બિહાર વિધાનસભામાં સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો ઉઠાવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચૂંટણી પહેલાં કોરોનાની રસી માટે ટ્રમ્પ સરકાર ભરી શકે આવું ‘ડરામણું’ પગલું!

એક સફળ કોરોના રસી પ્રાપ્ત કરવા માટે અમેરિકા ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ટૂંક સમયમાં જ કોરોના વેક્સીન બનાવા માટે ઓપરેશન વાર્પ સ્પીડ લોન્ચ કર્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: રક્ષાબંધનના દિવસે સુશાંતની બહેનોનું દુઃખ છલકાયું, કહ્યું રાખી છે પણ બાંધવા માટે હવે ભાઈનો હાથ નથી

એક તરફ સુશાંતસિંહની આત્મહત્યાનું રહસ્ય દિવસે દિવસે ઘુંટાઈ રહ્યું છે. તો બીજી તરફ સુશાંતનો પરિવાર દુઃખમાં ગરકાવ થઈ રહ્યો છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે. આજના દિવસે બહેન ભાઈને રક્ષાકવચ તરીકે રાખડી બાંધી છે. પરંતુ સુશાંતની બહેનો પાસે હવે રાખડી બાંધવા માટે ભાઈનો હાથ નથી. સુશાંતની બહેનોનું દુઃખ છલકાયું છે તે સુશાંતને ખુબ યાદ કરી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: રક્ષાબંધનના ખાસ અવસર પર લતા મંગેશકરે પીએમ મોદીને મોકલ્યો ખાસ સંદેશ, માગ્યું આ વચન

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે રાખીના તહેવાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો છે. જેમાં લતા મંગેશકરે જણાવ્યું છે કે શા માટે આ વર્ષે તે રાખી ન મોકલી શકી. તો સાથે સાથે તેણે પીએમ મોદી પાસે એક વચન પણ માંગ્યુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: સોનાં-ચાંદીનાં ભાવમાં ફરીથી થયો વધારો, જાણો આજનાં લેટેસ્ટ રેટ

માર્કેટ એક્સપર્ટનાં કહેવા અનુસાર, કોરોના વાયરસનાં વધતાં સંક્રમણને કારણે દુનિયાભરમાં ચિંતા વધી છે અને રોકાણકારો જોખમ લેવાથી બચી રહ્યા છે. તેનાથી સોનાંની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: IPL પહેલાં જ ધોનીની ટીમ CSK અને મુંબઈ ઈન્ડિયન્સને BCCIએ આપ્યો મોટો ઝટકો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને સાફ શબ્દોમાં કહી દીધું છે કે, કોઈપણ ટીમ 20 ઓગસ્ટ પહેલાં સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થઈ શકશે નહીં. 

વધુ વાંચવા કરો ક્લિક-10: ભારતીય યુઝર્સની મુહિમ રંગ લાવી, ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓની હાલત થઈ ખરાબ

ચીન સાથેનાં ઘર્ષણ બાદ ભારતીયોએ એન્ટી ચાઈના મુવમેન્ટ શરૂ કરી છે. અને ભારતીયો હવે ચીની સામાનનો બહિષ્કાર કર્યો છે. જેને કારણે હવે ચાઈનીઝ કંપનીઓની હાલત પણ અત્યંત ખરાબ થઈ રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: બુધના રાશિ પરિવર્તનથી સર્જાયો બુધાદિત્ય યોગ, આ 6 રાશિઓને 15 દિવસ થશે ખુબજ મોટો ફાયદો

બુધે રવિવારે 2 ઓગસ્ટે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધના કર્ક રાશિમાં આવતાની સાથે જ બુધાદિત્ય યોગ બની ગયો છે. આ યોગને ખુબજ શુભ માનવામાં આવે છે. બુધાદિત્ય યોગ બુધ અને સૂર્યની યુતિથી થાય છે. કોઇ પણ ભાવમાં આ બંને ગ્રહો એક સાથે બેસે આ યોગનું નિર્માણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન