TopHeadline: 14th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: નોઇડામાં દર્દનાક કહાનીનો કરૂણ અંત, રાજ્યમાં વધુ બે સરકારી ભરતીની પરીક્ષા રદ

[email protected] PM: નોઇડામાં દર્દનાક કહાનીનો કરૂણ અંત, રાજ્યમાં વધુ બે સરકારી ભરતીની પરીક્ષા રદ

 | 11:56 am IST

ગુજરાતમાં ભરતી માટેની પરીક્ષાનું નામ આવે એટલે કૌભાંડની વણઝાર યાદ આવી જાય છે. જેમાં છેલ્લી કેટલીક પરીક્ષામાં ગેરરીતી જોવા મળી છે. ત્યારે ફરીથી વધુ એક પરીક્ષા રદ થઇ છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં સવારમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. મોડી રાતથી જ ધુમ્મસ છવાયું હતું જે સવારમાં સૂર્યોદય સુધી રહ્યું હતું. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નોઇડાથી એક દર્દનાક સમચારા સામે આવ્યા છે. ત્યાં પતિના મોતના સમાચાર સાંભળી મહિલાએ પાંચ વર્ષની દીકરી સંગ આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે મહિલાના પતિએ શુક્રવારના રોજ મેટ્રો સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. નાગરિકતા સંશોધન કાયદાને લઇ ચાલી રહેલા વિવાદની વચ્ચે પાડોશી દેશ માલદીવે ચોખ્ખું કહી દીધું કે આ ભારતનો આંતરિક મામલો છે. માલદીવની સંસદના સ્પીકર મોહમ્દ નશીદે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે.સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: રાજ્યમાં વધુ સરકારી ભરતીની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ નિરાશ, જાણો સરકારે શું આપ્યું કારણ

ગુજરાતમાં ભરતી માટેની પરીક્ષાનું નામ આવે એટલે કૌભાંડની વણઝાર યાદ આવી જાય છે. જેમાં છેલ્લી કેટલીક પરીક્ષામાં ગેરરીતી જોવા મળી છે. ત્યારે ફરીથી વધુ એક પરીક્ષા રદ થઇ છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: ગુજરાતીઓ શિયાળાની તૈયારી આજથી જ કરી લેજો, હવામાન વિભાગની વાંચી લો કાતિલ ઠંડીની આગાહી

અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં સવારમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. મોડી રાતથી જ ધુમ્મસ છવાયું હતું જે સવારમાં સૂર્યોદય સુધી રહ્યું હતું. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: દર્દનાક કહાનીનો કરૂણ અંત: પતિ મેટ્રોની સામે કૂદ્યો, બાળકી-માતાનો ગળેફાંસો, પલકારામાં પરિવાર વિખાયો

નોઇડાથી એક દર્દનાક સમચારા સામે આવ્યા છે. ત્યાં પતિના મોતના સમાચાર સાંભળી મહિલાએ પાંચ વર્ષની દીકરી સંગ આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે મહિલાના પતિએ શુક્રવારના રોજ મેટ્રો સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: નાગરિકતા બિલને લઇ આ પાડોશી દેશે આપ્યું મોટું નિવેદન, ભારતનો આંતરિક મામલો ગણાવતા બોલ્યું…

નાગરિકતા સંશોધન કાયદાને લઇ ચાલી રહેલા વિવાદની વચ્ચે પાડોશી દેશ માલદીવે ચોખ્ખું કહી દીધું કે આ ભારતનો આંતરિક મામલો છે. માલદીવની સંસદના સ્પીકર મોહમ્દ નશીદે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: નાગરિકતા કાયદો: અમેરિકાએ તાબડતોડ જાહેર કર્યું ‘ટ્રાવેલ એલર્ટ’, કારણ કે…

નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની આગ અસમ સહિત પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં થતા પશ્ચિમ બંગાળમાં ફેલાઇ છે. અમેરિકાએ પૂર્વોત્તર ભારતમાં મુસાફરી કરવાને લઇ પોતાના દેશના નાગરિકો માટે એલર્ટ રજૂ કર્યું છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: ઓછી આવક ધરાવતા લોકો માટે LICનો બેસ્ટ પ્લાન, મળશે 3 મોટા ફાયદા

ભારતીય જીવન વિમા નિગમ (એલ.આઈ.સી.) એ ઓછી આવક ધરાવતા લોકો માટે એક વિશેષ પોલિસી શરૂ કરી છે. આ રેગ્યુલર પ્રીમિયમ પ્લાન્સમાં ઘણા ફીચર્સ છે. આ ઈન્શ્યોરન્સ પ્લાનમાં 50 હજાર રૂપિયાથી રૂપિયા 2 લાખ સુધીનો વીમો મળશે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા રાહતના સમાચાર, વિદેશી ટીમોના ‘છક્કા’ છોડાવનાર આ બોલર પાછો ફરશે

કમરની ઈજા બાદ રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલો પેસ બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણ ફિટ થઈ ચૂક્યો છે અને તે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી બીજી વન-ડે મેચ પહેલાં ભારતીય ટીમની નેટ્સમાં બોલિંગ કરશે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: આ અભિનેતા બધી હિરોઈનને સફેદ સાડી જ પહેરાવતો! રાષ્ટ્રપતિએ પણ તોડ્યો’તો પ્રોટોકોલ

14 ડિસેમ્બર 1924 એટલે કે બોલિવૂડમાં મહાન કાબિલ-એ-દાદ અભિનેતા રાજકપૂરનો જન્મ દિવસ. માત્ર એક સફળ એક્ટર જ નહીં પણ સાથે સાથે સારા ડાયરેક્ટર તરીકેની પણ આ અભિનેતાની છાપ હતી. ભારત સિવાય વિદેશની ધરતી પર પણ આ અભિનેતાની ફિલ્મોએ રેકોર્ડો સ્થાપ્યા હતા.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: ઓનલાઇન વસ્તુઓ ખરીદતા લોકો માટે ચોંકાવનારા સમાચાર

તાજેતરમાં ઓનલાઇન શોપિંગને ક્રેઝ લોકોમાં વધતો જાય છે. જેમાં કંપનીઓ સેલ દ્વારા ઘણી બધી વસ્તુઓ સસ્તી કિંમતમાં ઓનલાઇન વેચી રહી છે. ઓનલાઇન શોપિંગના ફાયદા તો ઘણા છે. પણ તેના નુકસાનના દાખલા પણ સામે આવતા રહે છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો બનાવો, આંગળા ચાટી-ચાટીને ખાશે ઘરના લોકો

તમે અવનવી વાનગીઓ રોજને રોજ ટ્રાય કરતા હશો પરંતુ આજે અમે તમારા માટે એક તદ્દન અલગ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો અને ખાસ કરીને શિયાળામાં તે ગરમા ગરમ ખાવાથી તેની મજા બમણી થઇ જાય છે સાથે આપણે દરેક શાકભાજી ખાઇ શકીએ છીએ. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-11: પોષ માસ 2019: વિવાહ સહિત આ કાર્ય ન કરશો, 27 દિવસ સુધી ટાળજો આ શુભ કામ

હિન્દૂ પંચાંગના 10માં મહિનાને પોષ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં હેમંત ઋતુનો ખુબજ પ્રભાવ રહે છે. આ મહિનામાં સૂર્ય પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ મહિનામાં સૂર્ય 11,000 રશ્મિઓ સાથે વ્યક્તિને ઉર્જા અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન