Traders renting traditional dress during Navratri saw an 80 per cent decline in business
  • Home
  • Ahmedabad
  • નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપતા વેપારીઓનો ધંધો 80 ટકા ઘટી ગયો

નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપતા વેપારીઓનો ધંધો 80 ટકા ઘટી ગયો

 | 8:00 am IST
  • Share

  • પાર્ટીપ્લોટ-ક્લબોમાં ઈનામ મળતું હોવાથી લોકો ભાડેથી ડ્રેસ લેવાનું પસંદ કરતા હતા
  •  આ વર્ષે ચણિયાચોળીઓર્નામેન્ટ્સ સહિતનાં પોશાક ભાડે આપતા વેપારીઓનો ધંધો 15થી 20 ટકા જેટલો જ જોવા મળ્યો છે
  • શેરી ગરબાની પરમિશન કારણે આ વખતે યંગસ્ટર્સમાં પોતાની સાથે રહેલા કોસ્ચ્યુમ રિનોવેટ કરીને પહેરવાનો ક્રેઝ છે

નવરાત્રિ આવતા પહેલાં જ સિઝનેબલ ધંધામાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. જોકે છેલ્લા બે વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપતા અને વેચતા વેપારીઓને કોરોનાનું ગ્રહણ નડયું છે. આ વર્ષે ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ સહિતનાં પોશાક ભાડે આપતા વેપારીઓનો ધંધો 15થી 20 ટકા જેટલો જ જોવા મળ્યો છે. એટલે 80 ટકા જેટલું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ ખેલૈયાઓનું કહેવું છે કે, સોસાયટી અને શેરીઓમાં ગરબા યોજાવાના હોવાથી ખર્ચા પર લગામ કસી છે. કારણ કે પાર્ટી-પ્લોટ અને ક્લબોમાં તો બેસ્ટ ડ્રેસ કોમ્પિટશન યોજાતી હોવાથી લોકો હોંશેહોંશે ભાડેથી પોશાક લાવીને પણ ગરબા કરતા હતા.

આ પહેલાં અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન અંદાજે રપથી 30 લાખ જેટલો ધંધો થતો હતો, પરંતુ આ વર્ષે છૂટક છૂટક બૂકિંગ આવ્યા હોવાથી માત્ર 10થી 15 ટકા જેટલો ધંધો જ થઈ રહ્યો છે. જેને લઈને વેપારીઓએ નવો માલ પણ લાવવાનું ટાળ્યું છે. ધંધો ન હોવાને કારણે દુકાનનાં ભાડા, લાઇટ બિલ તેમજ સ્ટાફનો પગાર પણ કાઢવો મુશ્કેલ બન્યો છે.

આ અંગે ટ્રેડિશ્નલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સના વેપાર સાથે જોડાયેલા નીરવ ખામરે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેડિશનલ પોશાક ભાડે લેવાવાળાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેનું કારણ સારા અને સુંદર ટ્રેડિશનલ્સ બનાવવાની કિંમત લગભગ 10 હજારથી 15 હજાર સુધીની હોય છે અને રોજ એક જ ટ્રેડિશનલ પહેરવું હવેની પેઢીને ગમતું નથી. તેની જગ્યાએ પાંચસોથી હજાર રૂપિયાના ભાડામાં અલગ અલગ ડ્રેસ પેરવાનો મોકો પણ મળે અને સાથે પાર્ટી પ્લોટ ક્લબમાં ઇનામ પણ મળે. આ જ કારણસર ભાડા પર ડ્રેસની ડિમાન્ડ ખૂબ જ હતી પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢથી બે વર્ષમાં ભાડાના ડ્રેસનો બિઝનેસ ખૂબ જ મંદ થઈ ગયો છે.

મંદીના કારણે નવો માલ પણ ઓછો આવ્યો છે

પ્રત્યેક વેપારીને દર વર્ષે 3 લાખથી વધુનો ધંધો દર નવરાત્રિએ થતો હતો. જે આ વર્ષે 1 લાખ સુધી રહેવાની આશા જોવા મળી રહી છે. શેરી ગરબાની પરમિશન કારણે આ વખતે યંગસ્ટર્સમાં પોતાની સાથે રહેલા કોસ્ચ્યુમ રિનોવેટ કરીને પહેરવાનો ક્રેઝ છે. નવરાત્રિના તહેવારોને લઈને દુકાનોમાં મહિલા અને પુરુષ ખેલૈયાઓને લઈને દસથી વધુ જુદાં જુદાં ટ્રેડિશનલ વસ્ત્રોની અવનવી વેરાયટી ઉપલબ્ધ હોય છે, પરંતુ આ વર્ષે મંદીના કારણે નવો માલ પણ ઓછો છે અને ઘરાકી પણ ઓછી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો