Travel And Tourism Best Places To Visit with family in India
  • Home
  • Featured
  • ઘરવાળાઓને ફેરવવા હોય તો લઇ જાઓ આ જગ્યાઓએ, મળશે અધ્યાત્મ સાથે મનોરંજન પણ

ઘરવાળાઓને ફેરવવા હોય તો લઇ જાઓ આ જગ્યાઓએ, મળશે અધ્યાત્મ સાથે મનોરંજન પણ

 | 4:45 pm IST
  • Share

  • ભારતની આ જગ્યાઓ પર મળશે અધ્યાત્મ અને મનોરંજન એક સાથે

  • પુષ્કરમાં જોવા મળશે દેશી અને વિદેશી સંસ્કૃતિનો સંગમ

  • હમ્પીમાં છે મંદિરો સાથે ઐતિહાસિક સ્થળો પણ

સમયની સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે એટલા માટે જ જૂની પેઢી સાથે નવી પેઢી જુદી-જુદી રીતે જોડાતી રહે છે અને એમાંથી જ એક છે પરિવાર સાથે ફરવા જવું. આપસમાં પ્રેમ બનાવી રાખવા માટે પરિવાર સાથે ફરવા જવું એ સારો વિચાર છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ પરિવાર સાથે ફરવા લાયક સ્થળો વિશે કે જ્યાં તમે પરિવાર સાથે જઈ શકો અને અહીં તમને મનોરંજન સાથે આધ્યાત્મક વાતાવરણ પણ મળશે.

પુષ્કર – રાજસ્થાનનું પુષ્કર એવી જગ્યા છે કે અહીં તમને દેશી અને વિદેશી સંસ્કૃતિનો સંગમ જોવા મળશે. આ શહેરની હવા જ એવી છે કે અહીં માત્ર ફરવા જ નહી પણ લોકો સ્થાયી થવા પણ આવતા હોય છે. પુષ્કરમાં દિવસની શરૂઆત ભારતના એકમાત્ર બ્રહ્મા મંદિરના મંત્રજાપથી થાય છે, અને દિવસનો અંત વરાહ ઘાટ પર પ્રખ્યાત આરતી સાથે કરવામાં આવે છે. અહીં તમે મંદિરના દર્શન કરવાની સાથે સાથે પર્વત પર હાઈકિંગ માટે પણ જઈ શકો છો.

ઋષિકેશ – યોગ અને આધ્યાત્મ માટે આખા વિશ્વમાં પ્રખ્યાત ઋષિકેશ પરિવાર સાથે ફરવા જવા માટે કે સાહસિક પ્રવૃતિઓ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગંગા કિનારે વસેલા શહેરમાં ધ્યાન અને યોગના કેન્દ્રો છે સાથે જ રીવર રાફટીંગ, બંજી જમ્પિંગ, ફ્લાઈંગ ફોકસ જેવી પ્રવૃતિઓ કરવા મળે છે. અહીં લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા અને સાથે જ સાંજના સમયે ત્રિવેણી ઘાટની આરતી પણ જોવા જેવી હોય છે.

હમ્પી – પરિવાર સાથે ફરવા લાયક સ્થળ હમ્પીમાં દૂર-દૂર સુધી ચટ્ટાનો અને પહાડો જોવા મળે છે. રોક ક્લાઈમ્બીંગની મજા લેવા માટે આ એક શ્રેષ્ઠ જગ્યા છે. અહીં મંદિરો સાથે જ ઐતિહાસિક સ્થળો પણ છે જે પરિવાર સાથે જોવાની મજા આવશે. પરિવાર સાથે મતંગા હિલ જઈને સૂર્યાસ્તનો નજારો જોવા જ જોઈએ. અહીં હાથીઓના તબેલા પણ છે, જે જોવાની મજા આવશે.

મહાબળેશ્વર – મહારાષ્ટ્રમાં આવેલું આ હિલ સ્ટેશન સ્ટ્રોબેરીના બગીચાઓ માટે પણ પ્રખ્યાત છે. અહીં તમને એડવેન્ચર કરવું હોય તો લિંગમાળા ધોધ સુધી ટ્રેકિંગ કરીને જઈ શકાય. અહીં પ્રતાપગઢનો કિલ્લો છે, જે એક સમયે મરાઠા સામ્રાજ્યનો ખાસ ગઢ હતો. અહીં ભગવાન કાર્તિકેયનું મંદિર છે જ્યાં રોમાંચ સાથે આધ્યાત્મ મળશે. સાંજે વિલ્સન પોઈન્ટ પરથી ડૂબતા સૂર્યનો નજારો જોવાનો અનેરો આનંદ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો