Travel And Tourism Navratri Maa Durga Religious Journey
  • Home
  • Featured
  • મા દુર્ગાના દર્શન કરવા યાત્રા કરો આ ધાર્મિક સ્થળોની, માતા થશે પ્રસન્ન

મા દુર્ગાના દર્શન કરવા યાત્રા કરો આ ધાર્મિક સ્થળોની, માતા થશે પ્રસન્ન

 | 12:03 pm IST
  • Share

  • પશ્ચિમ બંગાળમાં મા દુર્ગાની વિશેષ પૂજા થાય છે

  • માતાની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે

  • દુર્ગા પૂજામાં વિશેષ પૂજાનું આયોજન થાય છે

નવરાત્રિ શરુ થઇ ગઈ છે અને ભારે ઉત્સાહ સાથે તેની ઉજવણી ચાલી રહી છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તો પૂરા ભાવથી પૂજા-અર્ચના કરે છે. લોકો માતાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ઘણા મંદિરે પણ જાય છે. કેટલાક લોકો માતાના દર્શન કરવા દેશના વિવિધ શક્તિપીઠ મંદિરોમાં પણ જાય છે. નવરાત્રિ દરમિયાન માતાના આશીર્વાદ મેળવવા આ શહેરોની યાત્રા કરી શકાય –

કોલકાતા –

પશ્ચિમ બંગાળમાં દુર્ગા માની વિશેષ પૂજા કરવામાં આવે છે. કાલી પૂજા, દુર્ગા પૂજા અથવા સરસ્વતી પૂજા – તમામ પૂજાઓ ધામધૂમથી કરવામાં આવે છે. ખાસ કરીને દુર્ગા અને કાલી પૂજામાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. દરેક ઘરમાં મા દુર્ગાની વિધિવત પૂજા કરવામાં આવે છે. માતાના દર્શન માટે કોલકાતાની યાત્રા કરી શકાય.

મુંબઈ –

મુમ્બા દેવીના નામ પરથી મુંબઈનું નામ રાખવામાં આવ્યું છે. દર વર્ષે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મુમ્બા દેવીના દર્શન કરવા આવે છે. માતાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે મુંબઈની યાત્રા કરી શકાય. કોરોના વાયરસ રોગચાળાને કારણે, મંદિરમાં પ્રસાદ અથવા પૂજા સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ છે પણ દર્શ કરવા ભક્તોને જવા દેવામાં આવે છે. બંગાળી સમાજના લોકો દ્વારા મુમ્બા દેવીમાં દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

દિલ્હી –

માતાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દિલ્હીના છતરપુર જઈ શકો છો. બંગાળી સમાજ દ્વારા ચિતરંજન પાર્કમાં દુર્ગા પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. છતરપુરમાં તમે મા કાત્યાણીના દર્શન કરી શકો છો. સાથે જ દશેરા નિમિતે લાલ કિલ્લામાં રામલીલાની મજા પણ માણી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો