Travel And Tourism Places You Must Visit In Banaras
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બનારસમાં ગંગા ઘાટ સિવાય ફરવા માટે છે પ્રસિદ્ધ છે આ સ્થળો, અહીંની મુલાકાત લઈને થઇ જશો મંત્રમુગ્ધ

બનારસમાં ગંગા ઘાટ સિવાય ફરવા માટે છે પ્રસિદ્ધ છે આ સ્થળો, અહીંની મુલાકાત લઈને થઇ જશો મંત્રમુગ્ધ

 | 7:42 pm IST
  • Share

આપણા દેશમાં ધર્મ અને આધ્યાત્મનું શહેર એટલે બનારસ. બનારસ માટે આપણે ત્યાં કહેવત છે કે ‘સુરતનું જન્મ અને કાશીનું મરણ.’ આપણે ત્યાં એવી માન્યતા છે કે બનારસમાં શરીર ત્યાગ કરનાર જીવન-મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે. ઘણા લોકો એટલે જ પોતાના જીવનના અંતિમ સમયમાં અહીં આવીને રહેતા હોય છે.

પરંતુ પર્યટન સ્થળ તરીકે પણ આ જગ્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં ઘણા એવા સ્થળ છે જે લોકોને પોતાની તરફ આક્રષિત કરે છે. ગંગા નદીના કિનારે વસેલું આ શહેરમાં ધાર્મિક સ્થળોની સાથે પૌરાણિક સ્થળો અને ખાણીપીણી માટે પણ પ્રસિદ્ધ છે. અહીં ફરવા લાયક ઘણા સ્થળો છે.

બનારસના ઘાટ આખા દેશમાં પ્રસિદ્ધ છે. અહીં ઘણા ઘાટ છે, જેનું પોતાનું અલગ જ મહત્ત્વ છે. પણ એમાંથી અસ્સી ઘાટ સૌથી વધુ ખાસ છે. અહીં બેસીને તમને શાંતિનો અનુભવ થાય છે.

બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલય પણ અહીં જોવા લાયક સ્થળોમાં સામેલ છે, જેની સ્થાપના પંડિત મદન મોહન માલવીયએ 1916માં કરી હતી, જે દેશના ટોચના વિશ્વવિદ્યાલયોમાંથી એક છે. અહીં કેમ્પસમાં એક મંદિર પણ છે જ્યા દર્શન કરવા માટે લોકોની ભીડ જોવા મળે છે. અહીં દેશના જ નહીં, પણ વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે.

દશાશ્વમેઘ ઘાટ પર રોજ સાંજે દિવ્ય ગંગા આરતી થાય છે, જેને જોવા રોજ હજારો લોકો આવે છે. આ આરતી લગભગ 45 મિનિટ ચાલે છે અને પૂજારીઓને મંત્રોચ્ચાર કરતા અને ધૂપ-દીપ સાથે આરતી કરતા જોવા લોકો અહીં ભેગા થાય છે.

કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિર તેની વાસ્તુકળા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારે તરફ ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બધી જ જગ્યાઓ જોવા માટે એકવાર તો બનારસ જવું જ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન