Travel And Tourism Tips To Plan Budget Trip
  • Home
  • Featured
  • કરવી હોય સસ્તી ટ્રીપ, તો મુસાફરી કરતા સમયે આ રીતે બચાવો પૈસા

કરવી હોય સસ્તી ટ્રીપ, તો મુસાફરી કરતા સમયે આ રીતે બચાવો પૈસા

 | 2:01 pm IST
  • Share

  • સસ્તા બજેટમાં ટ્રીપ પ્લાન કરવા માટેની ટિપ્સ

  • હોટલ બુક કરતા પહેલા ચેક કરી લો આ બાબતો

  • રસ્તામાં ખાવા માટે સૂકો નાસ્તો ઘરેથી લેતા જાઓ

જ્યારે પણ કોઈ વ્યક્તિ ફરવાનો પ્લાન બનાવે છે તો એ એવી રીતે ટ્રીપ પ્લાન કરે છે કે જે બધા માટે યાદગાર બની જાય. એટલા માટે જ ચોક્કસ સ્થળ પસંદ કરવામાં આવે છે અને ત્યાં જઈને નવો અનુભવ લેવામાં આવે છે. આપણે એ સમયે તો આપનો પ્રવાસ યાદગાર બનાવી લઈએ છીએ, પણ જયારે આપણે ખર્ચનો હિસાબ કરીએ ત્યારે ખબર પડે છે કે પ્રવાસ તો બજેટની બહાર જતો રહ્યો. તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીશું કે જેના દ્વારા તમે ઓછા પૈસામાં સારી ટ્રીપ કરી શકશો –

ઓફ-સીઝનમાં જાઓ –

સામાન્ય રીતે લોકો ફરવા માટે હિલ સ્ટેશન ઘણું પસંદ કરે છે. ત્યારે તમે અહીં ઓફ-સીઝન જઈ શકો છો, આમ કરવાથી તમને બધું જ (ટિકિટ, હોટેલ ચાર્જ, ભોજનનો ભાવ, જોવાલાયક સ્થળોની ટિકિટ વગેરે) ખૂબ ઓછા પૈસામાં મળશે અને તમારી ટ્રીપ પણ સસ્તામાં પતશે.

હોટલ બુક કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન –

લોકો ફરવા જાય પછી જે-તે સ્થળે હોટલ શોધે છે, જેથી તેમને મોંઘુ પડે છે. એના બદલે પહેલાથી જ ઓનલાઈન હોટેલ બુક કરવી જોઈએ, ઘણી વેબસાઈટ ચેક કર્યા પછી જ હોટલ બુક કરવી, હોટેલના રીવ્યુ વાંચવા, અને જો તમારું ગ્રુપ મોટું હોય તો તમે ફોન કરીને હોટેલિયરો સાથે વાત કરીને તેમની પાસેથી ઓફર લઈ શકો છો. આમ કરવાથી તમારો ખર્ચ પણ ઓછો થશે.

રસ્તાનું ભોજન ઘરેથી લઈ જાઓ –

મોટાભાગે એવું જોવા મળે છે કે લોકો રસ્તામાં રોકાઈને કોઈ ઢાબા કે હોટલમાં ભોજન કરે છે. આમ કરવાના બે ગેરફાયદા છે, તમારે મોંઘા ભોજનનું એક મોટું બિલ ચૂકવવું પડશે અને બહારનો અસ્વચ્છ ખોરાક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમારે ઘરેથી રસ્તામાં ખાવા માટેનું ભોજન અથવા સૂકો નાસ્તો લઈ જવો.

કેવી રીતે જવું – 

પ્રવાસન સ્થળે પહોંચવા માટે તમારે કાર, બસ, ટેક્સી, ટ્રેન, ફ્લાઇટ વગેરેમાંથી કેવી રીતે જવું જેથી તમને ઓછું ભાડું ચૂકવવું પડે એ નક્કી કરી લો. તમે ફરવાના સ્થળોએ સ્કૂટર, બાઇક વગેરે ભાડે લઈ શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો