Travel and Tourism Visit these Adventurous Spot of India this Winter
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શિયાળામાં ઍડ્વેન્ચર ટ્રીપ માટે દેશમાં આ જગ્યાઓ છે ખાસ

શિયાળામાં ઍડ્વેન્ચર ટ્રીપ માટે દેશમાં આ જગ્યાઓ છે ખાસ

 | 7:16 pm IST
  • Share

  • ભારતમાં પણ કરી શકો ઍડ્વેન્ચર ટ્રીપ

  • આ જગ્યાઓ પર થઇ શકે ઍડ્વેન્ચર કરવાની ઈચ્છા પૂરી

  • ઉત્તર ભારતમાં આવેલી છે આ જગ્યાઓ

રોજિંદા જીવનમાંથી થોડો બ્રેક લઈને થોડા દિવસ કશે ફરવા જવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા આત્માને પણ તાજગી મળે છે. પ્રવાસ કરવો આપણા માટે સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. એમાં પણ જો ઍડ્વેન્ચર ટ્રીપ કરવામાં આવે તો મજા જ આવી જાય છે. જો તમે પણ ઍડ્વેન્ચર પ્રેમી હોવ અને શિયાળામાં કશે ઍડ્વેન્ચર ટ્રીપ કરવાનો પ્લાન કરવા માંગતા હોવ તો આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં તમે તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો. તો ચાલો જણાવીએ ભારતની એવી જગ્યાઓ વિશે કે જ્યાં શિયાળામાં ઍડ્વેન્ચર ટ્રીપ કરવી જોઈએ –

શિયાળામાં આ જગ્યાઓએ કરો ઍડ્વેન્ચર ટ્રીપ –

કાશ્મીરનું ગુલમર્ગ – પૃથ્વી પરનું સ્વર્ગ એટલે ગુલમર્ગ, જે ઍડ્વેન્ચર કરવા માટે એક શ્રેષ્ઠ જગ્યા છે. ગુલમર્ગ પીર પંજાલ શ્રેણી રેન્જની એક સુંદર ઘાટી છે, શિયાળામાં અહીંના પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે, જેમાં ઘણી વિન્ટર ગેમ્સની મજા લઇ શકાય છે. સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ, આઈસ સ્કેટિંગ, ગોંડોલા, હેલી સ્કીઈંગની પણ મજા માણી શકાય છે.

ઉત્તરાખંડનું ઑલી – દિલ્હીથી 372 કિમી દૂર ઉત્તરાખંડમાં આવેલું ઑલી મિની કાશ્મીર તરીકે ઓળખાય છે. અહીં શિયાળાની ઋતુમાં સંપૂર્ણપણે કાશ્મીર જેવું દ્રશ્ય સર્જાઈ જાય છે. અહીં તમે સ્કીઈંગની મજા માણી શકો છો. આ સિવાય તમે આઈસ સ્કેટિંગ અને સ્નોબોર્ડિંગની પણ મજા માણી શકો છો.

હિમાચલની સોલાંગ વેલી – હિમાચલમાં આવેલી સોલાંગ વેલી મનાલીથી થોડે જ દૂર આવેલી છે, જે ઍડ્વેન્ચર લવર માટે એક ઉત્તમ જગ્યા છે. અહીં પેરાગ્લાઇડિંગ, ઝોર્બિંગ, એટીવી રાઈડ, રોક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રોસિંગ, સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ અને સ્નો ટ્રેકિંગ જેવા ઍડ્વેન્ચર્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

હિમાચલ પ્રદેશનું નારકંડા – નારકંડા હિમાચલ પ્રદેશનું ખૂબ જ સુંદર સ્થળ છે, જે શિમલાથી 65 કિમીના અંતરે આવેલું છે. બરફવર્ષા દરમિયાન ઍડ્વેન્ચર પ્રેમીઓએ માટે નારકંડાની મુલાકાત ઓલેવી જોઈએ. અહીં સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગની મજા લઇ શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો