Travel News Visit Wilson Hills in Gujarat
  • Home
  • Lifestyle
  • ગુજરાતના ખાસ હિલ સ્ટેશનમાંનું એક wilson hills, જાણો ખાસ વાતો

ગુજરાતના ખાસ હિલ સ્ટેશનમાંનું એક wilson hills, જાણો ખાસ વાતો

 | 4:17 pm IST
  • Share

  • ખાસ હિલસ્ટેશનમાંનું એક છે વિલ્સન હિલ્સ

  • સુરતથી 130 કિમીના અંતરે આવેલું છે

  • ફોટોગ્રાફી રસિકો માટે છે ખાસ

 

 

ગુજરાત ભારતના મહત્વના રાજ્યોમાંનું એક છે. અહીં સુરતમાં વિલ્સન હિલ્સ એક જાણીતું હિલ સ્ટેશન છે. જો તમે વિલ્સન હિલ્સ સ્ટેશનની મુલાકાતે જવાનું વિચારી રહ્યા છો તો જતા પહેલા તમે તેની જાણકારી મેળવી લો તે જરૂરી છે. તો જાણો અહીં શું છે ખાસ.

 


ગુજરાતનું ખાસ હિલ સ્ટેશન

વિલ્સન હિલ્સ ગુજરાતનું ખાસ હિલ સ્ટેશન છે. આ ગુજરાતમાં વલસાડ સૂરતની પાસે ધરમપુરમાં આવેલું છે. અહીં ગાઢ જંગલના વિસ્તારો છે. તે પંગરબારી વન્યજીવ અભયારણ્યની પાસે આવેલું છે. હિલ સ્ટેશન એમાનું એક છે જ્યાંથી સમુદ્રને પણ જોઈ શકાય છે. આ હિલ્સના નિર્માણનું કામ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજીએ આરંભ કર્યું હતું. લૉર્ડ વિલ્સન મુંબઈના ગર્વનર હતા અને તેમની યાદમાં આ હિલ્સનું નામ રાખવામાં આવ્યું છે. વિલ્સન હિલ્સ સમુદ્ર તટથી સરેરાશ 750 મીટરની ઉંચાઈ ધરાવે છે. આ હિલ સ્ટેશન ગરમીના દિવસોમાં શાંત અને શીતળતા સુખનો અનુભવ કરાવે છે. અહીની સડકો, હરિયાળીથી ઢંકાયેલા પહાડો, વાદળોના દ્રશ્યો, ઝરણા અને વરસાદની સીઝનમાં ધુમ્મસ તમને વધારે આનંદ આપી શકે છે.

ફોટોગ્રાફી માટે છે બેસ્ટ જગ્યા

વિલ્સન હિલ્સમાં અનેક ચીજો કરી શકાય છે. અહીં તમે પ્રકૃતિની સુંદર જગ્યાનો આનંદ લઈ શકો છો. સુંદર ક્ષેત્ર અને પ્રમુખ જગ્યાઓની મજા લઈ શકાય છે. પિકનિક માટે જઈ શકાય છે. પ્રકૃતિ પ્રેમી છો તો ફોટોગ્રાફી સરળતાથી કરી શકો છો. એડવેન્ચરના શોખીન છો તો તમે પહાડી પર ચઢી શકો છો.

 

wilson hillsમાં જુઓ આ ખાસ ચીજો

વિલ્સન હિલ સ્ટેશન અને તેની આસપાસના વિશેષ આકર્ષક સ્થળોમાં ખાસ રીતે ઓજોન ઘાટી, સૂર્યોદય, સૂર્યાસ્ત પોઈન્ટ, સંગમરમર છતરી, ધરમપુર શહેર, વિલ્સન હિલ્સ સંગ્રહાલય અને શંકર વોટરફોલ વગેરે જોવા લાયક પ્રમુખ પોઈન્ટ છે. આ સિવાય તમે અહીં બરુમલ શિવ મંદિર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, લેડી વિલ્સન મ્યુઝિયમ, બિલપુડી ટ્વિન ઝરણા જે ધરમપુરથી 10 કિમીના અંતરે છે. આ સિવાય તમે અહીં ઓઝોન ઘાટી, શંકર ઝરણું વગેરેની મજા લઈ શકો છો. આ તમામ પોઈન્ટ ખાસ છે અને તમારે તેને મિસ કરવા જોઈએ નહીં.

રહેવા માટેની જગ્યા

જો તમે wilson hills hotelsમાં રહેવા ઈચ્છો છો તો અહીં રહેવા માટે wilson hill resort અને રેસ્ટોરાં છે. વિલ્સન હિલ્સ રિસોર્ડ વલસાડ જિલ્લામાં ધરમપુર, પૈગમ્બરીમાં સ્થિત છે. આ સિવાય અહીં કેટલીક ઝૂંપડીઓ છે, ખાવાપીવાનો સામાન પોતે લઈ જાઓ તો યોગ્ય રહે છે કેમકે અહીં સુવિધાઓનો અભાવ જોવા મળી શકે છે.

 

કેવી રીતે પહોંચશો?

સડક માર્ગ
NH 48 અને સ્ટેટ હાઈવેથી વલસાડ અને પછી GJ SH 181થી 54 કિમી દૂર છે. આ સિવાય ધરમપુર GJ SH 181થી 25 કિલોમીટર દૂર છે. આ વિલ્સન હિલ્સ સુરતથી 130 કિમી, સાપુતારાથી 120 કિમી, મુંબઈથી 250 કિમી અને નવસારીથી 80 કિમી, વલસાડથી 60 કિમી, અમદાવાદથી 485 કિમી અને ધરમપુરથી 27 કિમી દૂર છે. અહીં 20 કિમીનો લાંબો, ઊભો અને વળાંકવાળો રસ્તો છે.

હવાઈ માર્ગ

સૂરત એરપોર્ટથી 99 કિમી દૂર છે. નેશનલ હાઈવે 48 પરથી ડ્રાઈવ કરીને તમે અહીં પહોંચી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો