travel plan trekking at these places in india in winter
  • Home
  • Featured
  • શિયાળાની શરૂઆતમાં કરો ટ્રેકિંગનો પ્લાન, ભારતના આ સ્થળો છે શ્રેષ્ઠ

શિયાળાની શરૂઆતમાં કરો ટ્રેકિંગનો પ્લાન, ભારતના આ સ્થળો છે શ્રેષ્ઠ

 | 2:54 pm IST
  • Share

  • શિયાળામાં ટ્રેકિંગ માટે આ સ્થળો છે શ્રેષ્ઠ

  • ભારતની આ જગ્યાઓએ માણી શકો ટ્રેકિંગની મજા

દરેક વ્યક્તિને ફરવાનો શોખ હોય છે, ફરક માત્ર એટલો જ છે કે કોઈ હિલ સ્ટેશન પર જવું ગમે છે તો કોઈને બીચ પર. કોઈને ઍડવેન્ચર કરવા જવાનું પસંદ હોય છે તો કોઈને જંગલ સફારી કરવી ગમે છે. જો તમે ઍડવેન્ચર અને ટ્રેકિંગની મજા લેવા માંગતા હોવ તો તમે ભારતમાં આવેલી આ ખાસ જગ્યાઓએ જવા વિશે વિચારી શકો છો. શિયાળાની શરૂઆતમાં ટ્રેકિંગ માટે આ સ્થળોની મુલાકાત લેવી ખૂબ જ સારો અનુભવ સાબિત થઈ શકે છે.

જાણો ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ જગ્યાઓ વિશે

હમ્તા પાસ- હમ્તા પાસ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે અને તે ટ્રેકિંગ માટે પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. કુલ્લુ ઘાટીના હમ્તા પાસથી શરૂ થઈને સ્પીતિ વેલીમાં પૂરો થતો આ ટ્રેક ટ્રેકર્સ માટે ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ગોઇચા લા- ગોઇચા લા સિક્કિમમાં સ્થિત છે. હિમાલયના શિખરો જોવા માટે ગોઇચા લા જઈ શકો છો. ગોઇચા લામાં તમને સિક્કિમની સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી જોવાની તક મળશે. અહીંથી તમે કાંચનજંઘાના પહાડો પર સનરાઈઝ જોઈ શકો છો.

રૂપકુંડ- ઉત્તરાખંડમાં રૂપકુંડ તળાવ પાંચ હજાર મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ ટ્રેક પર જવા માટે તમારે સારા ગાઈડની મદદ લેવી પડશે, કારણ કે આ ટ્રેક લીલાછમ મેદાનો અને સાંકડા જંગલોમાંથી પસાર થાય છે. આ એક જાદુઈ ટ્રેકિંગનો અનુભવ કરાવશે.

ચેમ્બ્રા પીક- કેરળમાં સ્થિત ચેમ્બ્રા પીક તમને તેની સુંદરતાના દિવાના બનાવી દેશે. લીલાછમ જંગલો અને ચાના બગીચા ટ્રેકર્સને ખૂબ આકર્ષે છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ આ ટ્રેક પર પહોંચીને ટ્રેકિંગનો આનંદ માણે છે.

નાગ તિબ્બા- શિયાળામાં ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ બરફ પડે છે. નાગ તિબ્બાનું નામ પણ તે સ્થાનોમાં આવે છે. અહીં વૃક્ષો અને છોડને બદલે તમને દૂર દૂર સુધી બરફથી ઢંકાયેલા પર્વતો જ જોવા મળશે. જો તમે ટ્રેકિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ઍડવેન્ચર ટ્રિપ માટે શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો