travel worlds most remote hotel sheldon chalet in Alaska
  • Home
  • Featured
  • 6000 ફૂટની ઊંચાઈએ બનેલી હોટેલ, દૂર-દૂર સુધી માત્ર સફેદ બરફની ચાદર

6000 ફૂટની ઊંચાઈએ બનેલી હોટેલ, દૂર-દૂર સુધી માત્ર સફેદ બરફની ચાદર

 | 3:52 pm IST
  • Share

  • શાંતિ સિવાય કશું જ નથી મળતું આ હોટલની આસપાસ

  • ચારે તરફ ફેલાયેલી છે બરફની ચાદર

  • હેલિકોપ્ટર સિવાય બીજી કોઈ રીતે અહીં પહોંચી નથી શકાતું

જો તમે ક્યારેય એવી હોટેલની કલ્પના કરી હોય, કે જેની આસપાસ દૂર-દૂર સુધી શાંતિ સિવાય બીજું કંઈ ન હોય, તો Sheldon Chalet તમારી કલ્પનામાં બંધ બેસે છે. અલાસ્કાના રૂથ ગ્લેશિયરની મધ્યમાં બનેલ શેલ્ડન ચેલેટ વિશ્વના સૌથી દૂરના વિસ્તારમાં બનેલી પહેલી હોટેલ છે.

ત્રણ રાત રોકાવાનો ખર્ચ છે 26 લાખ રૂપિયા

અલાસ્કામાં ડેનાલી નેશનલ પાર્ક પાસે આવેલી આ હોટલની બહાર દૂર દૂર સુધી માત્ર બરફ જ છે. અમેરિકાની સુંદર જગ્યાઓમાંથી એક આ સુંદર હોટલ છે, જ્યાં જઈને તમને બીજી જ દુનિયામાં આવી ગયાનો અનુભવ થશે.

Don Sheldon Amphitheater નામની ગ્લેશિયર વેલી સુધી પહોંચવા માટે સ્કી-ઇક્વીપ્ડ પ્લેન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખાનગી હેલિકોપ્ટર દ્વારા પણ ત્યાં પહોંચી શકાય છે.

60 લાખ એકરમાં ફેલાયેલા અલાસ્કાના ગ્લેશિયર વિસ્તારમાં બરફ ઉપરાંત રીંછ, મૂઝ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ હોટેલ જ્યાં બનેલી છે તે જગ્યાએ પહોંચવું સરળ નથી. તમે જ વિચારો કે બરફમાં 6000 ફૂટની ઊંચાઈ પર રજાઓ ગાળવા આવવું કોઈ સરળ વાત છે?

આ હોટલ રોબર્ટ અને કેટ શેલ્ડન દ્વારા વર્ષ 2018માં બનાવવામાં આવી હતી. તેણે હોટલનું નામ તેના પિતાના નામ પરથી રાખ્યું હતું. એકદમ દૂરના વિસ્તારમાં હોટલનું બનતા જ આ હોટલ ચર્ચાઓમાં આવી ગઈ હતી.

હવે આ હોટેલમાં 3 દિવસ રોકાવા માટે $35,000 એટલે કે ભારતીય ચલણમાં 26 લાખથી વધુ ખર્ચ કરવા પડશે. આમાં હેલિકોપ્ટર શટલ સેવા, જમવાનું, સ્લેડિંગ, ગ્લેશિયર ટ્રેકિંગ અને પર્વતારોહણનો ખર્ચ પણ સામેલ હશે. જોકે જે લોકો શહેરી જીવનથી કંટાળી ગયા છે તેમના માટે રજાઓ ગાળવા માટે આનાથી વધુ સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં.

હોટેલનું ભાડું ખરેખર વધારે છે, પરંતુ આપણે એ પણ સ્વીકારવું પડશે કે દુનિયાના એકાંત ખૂણામાં રહેવાની પોતાની મજા છે. અહીં એક સમયે માત્ર 10 લોકો જ રહેવાની વ્યવસ્થા છે.

અહીં દિવસે સુંદર બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળે છે તો રાતનો નજારો પોતાનામાં જ અદ્ભુત છે. અહીં રૂફટોપ પર સનબાથ માટે જગ્યા બનેલી છે, અલાસ્કાના શેફ દ્વારા ભોજન તૈયાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે તેના માલિકોને હોટલ બનાવવાની પરવાનગી મેળવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો