ભારત દેશ આઝાદ થયો તે પહેલા આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વિસ્તાર આસામ તરીકે જાણીતો હતો. આ તમામ રાજ્યોને સેવન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આજુ બાજુમાં ચીન, તિબેટ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, વગેરેની બોર્ડર હોવાથી આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. આસામથી અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય જવા માટે ફરજીયાત પરમીટ કઢાવવી પડે છે. જે વાતનું પર્યટકોએ ખાસ ધ્યાન રાખવું. આસામની રાજઘાની ગુવાહાટી છે. અહીં નાની પહાડીઓ અને ચોખ્ખા રસ્તાઓ આકર્ષક છે. બ્રમ્હપુત્ર નદીના સંગમે ગુવાહાટી શહેરને પોતાના જળથી પવિત્ર કર્યુ છે. ગુવાહાટીનો અર્થ સોપારી બજાર એવો થાય છે. અહીં આજુબાજુના વિસ્તારામાં સોપારી ખુબ જ થાય છે. ગુવાહાટી દેશનું મોટું શહેર છે. આસામ રાજય ચાના વ્યવસાય માટે જાણીતું છે. અહીં ચાની ખેતી થાય છે. ગુવાહાટી લગભગ ચાલીસ ટકા મીલીટ્રી કવર છે. અહીં હંમેશા ફરવા જતા પહેલા ખૂબજ સાવધાની રાખવી, અહીંની આબોહવા, તાપમાન અને પરિસ્થિતીની જાણકારી મેળવ્યા બાદ જ ફરવા જવાનું પ્લાનિંગ કરજો. જો તમે ટ્રિપ પ્લાન કરતા હોવ તો અસમની આ જગ્યાઓની ખાસ મુલાકાત લેજો.


વાઈલ્ડ લાઈફ

ઘાટીઓ અને પહાડોને કારણે અસમ વાઈલ્ડલાઈફ માટે સ્વર્ગ સમાન છે. અહીં પાંચ નેશનલ પાર્ક છે, જેમાંથી માનસ અને કાઝીરંગા ઘણાં પ્રખ્યાત છે. અસમમાં અનેક લુપ્ત થવાના આરે હોય તેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. જો તમે વાઈલ્ડલાઈફના શોખીન છો તો તમારે અસમની મુલાકાત ચોક્કસ લેવી જ જોઈએ.

એડવેન્ચર

અસમના ગાઢ જંગલોમાં ટ્રેકિંગ કર્યા વિના અહીંની યાત્રા અધુરી છે. કાઝીરંગા, માનસ અને ડિબ્રુ સૈખોવા જાઓ. આ સિવાય હોર્સ રાઈડિંગ, બોટ રેસિંગ, માઉન્ટેન બાઈકિંગ અને રિવર રાફ્ટિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટસની પણ મજા લઈ શકો છો.

મંદિર અને તીર્થ સ્થળ

અહીંયા અલગ અલગ સંસ્કૃતિના લોકો આવીને વસ્યા હોવાને કારણે તમને અહીં અનેક સંસ્કૃતિઓની ઝલક જોવા મળશે. પ્રસિદ્ધ ઘુબરીનું ગુરુદ્વારા અને કામાખ્યા દેવીનું મંદિર જોવાનું ન ભુલશો. કામાખ્યા મંદિર શક્તિપીઠોમાંથી એક છે.

અસમનું માન્ચેસ્ટર

અસમના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા મુઆલકુચીની મુલાકાત ખાસ લેવી જોઈએ. અહીં તમને અસલ ગ્રામીણ જીવનની ઝલક મળશે. અહીંનું સિલ્ક ઘણું પ્રખ્યાત છે. ચાના બગીચા પણ ખાસ જોવાલાયક છે.

રિવર ક્રુઝિંગ

અહીં તમને અસમ ટૂરિઝમ અને પ્રાઈવેટ ઓપરેટર્સ, બન્ને તરફથી બ્રહ્મપુત્ર નદી માટે ક્રુઝ મળશે. આ અનુભવ યાદગાર રહી જશે.

  • Follow us on: