- IRCTCની દુબઈ પેકેજ ટૂર 23 માર્ચથી શરૂ થશે
- ટૂર પેકેજ માટે IRCTCની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને બુકિંગ કરાવી શકો છો
- બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ બુકિંગ થશે
જો તમે પણ દુબઈ જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના આ પેકેજનો લાભ લઈ શકો છો. ઓછા બજેટમાં દુબઈની મુલાકાત લેવાનું તમારું સપનું પૂરું કરી થઈ શકે છે. આ પેકેજમાં ફૂડ અને સ્ટેની સાથે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ટૂર પેકેજ 23 માર્ચથી શરૂ થશે.
પેકેજની વિગતો
પેકેજનું નામ- ડેઝલિંગ દુબઈ એક્સ દિલ્હી
પેકેજનો સમય - 5 રાત અને 6 દિવસ
ટ્રાવેલ મોડ - ફ્લાઇટ
ડેસ્ટિનેશન કવર્ડ - - દુબઈ અને અબુ ધાબી
મળશે આ સુવિધાઓ-
1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.
2. ખાવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
3. ટુરિસ્ટ ગાઈડની મદદથી તમે દુબઈની આસપાસ ફરી શકો છો.

પ્રવાસ માટે આટલા રૂપિયા લાગશે
1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 99000 રૂપિયા ચૂકવવા પડશે.
2. જ્યારે બે વ્યક્તિએ 81900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
3. ત્રણ લોકોએ 81900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે (5-11 વર્ષના બાળકો માટે) 81500 અને બેડ વગરના 70,500 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ બેડ વગરના 2-4 વર્ષના બાળકો માટે 24,800 રૂપિયા ચૂકવવા પડશે.
આ રીતે બુક કરાવી શકો છો
તમે આ ટૂર પેકેજ માટે IRCTCની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને બુકિંગ કરાવી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ
દ્વારા પણ બુકિંગ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.